Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યનની નથી કોઈ વેલેન્ટાઈન, સારા અલી ખાનને Hug કરવા માગે છે

કાર્તિક આર્યનની નથી કોઈ વેલેન્ટાઈન, સારા અલી ખાનને Hug કરવા માગે છે

14 February, 2019 04:22 PM IST |

કાર્તિક આર્યનની નથી કોઈ વેલેન્ટાઈન, સારા અલી ખાનને Hug કરવા માગે છે

કાર્તિક આર્યન અને સારા અલી ખાન

કાર્તિક આર્યન અને સારા અલી ખાન


વેલેન્ટાઈન ડે છે આજે અને એવામાં ફિલ્મી સિતારાઓનું સેલિબ્રેશન શરુ થઈ ગયું છે. જણાવીએ કે રણબીર અને આલિયા વેલેન્ટાઈન્સ ડે મનાવશે. તો સલમાન કેટરીના પણ ભારતના સેટ પર જ સેલિબ્રેશન કરશે. દરમિયાન અભિનેતા કાર્તિક આર્યને મુંબઈમાં થયેલ એક એવોર્ડ શોમાં પત્રકારો સાથે વાત કરતા Hug Dayના દિવસે પોતાની વાત સામે રાખી હતી.

કાર્તિક આર્યનને જ્યારે હગ ડે વિશે પૂછવામાં આવ્યું કે તમે બોલીવુડના કયા કલાકારને ગળે મળવા માગો છો ત્યારે તેણે કહ્યું કે બોલીવુડના બધાં જ કલાકારોને હગ કરવા માગુ છું. જ્યારે કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે તે કોઈ એક વ્યક્તિનું નામ લે, અને તે પણ કોઈ મહિલા કલાકારનું. ત્યારે તેણે પત્રકારોનો સંકેત સમજતા સ્માઈલ સાથે સારા અલી ખાનને હગ કરવા માગે છે એવું કહ્યું.



કાર્તિક આર્યને આગળ જણાવ્યું કે વેલેન્ટાઈન ડેના અવસરે તેનો કોઈ લવ ઈન્ટ્રેસ્ટ નથી. જેના કારણે તે કોઈ પાર્ટીમાં હશે અથવા તો ઘરે. આ બાબતે વાત કરતા તેણે કહ્યું કે "હું કોને હગ કરવા માગીશ. હું સારાને હગ કરવા માગીશ. હું બધાં જ કલાકારોને હગ કરવા માગુ છું. એક નામ જેને મારે હગ કરવું હોય તો તે મહિલા કલાકાર સારા અલી ખાન હશે. જેને હું હગ કરવા માગીશ. મારી કોઈ પણ વેલેન્ટાઈન નથી તો કાં તો હું કોઈ પાર્ટીમાં જઈશ અથવા ઘરે રહીશ."


આ પણ વાંચો : Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ

નોંધનીય છે કે કાર્તિક આર્યન અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. બન્નેને કેટલીય વાર સાથે પણ જોવાયા છે. જો કે બન્નેએ આ બાબતે કોઈપણ ચોખવટ કરી નથી.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 04:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK