કાર્તિક આર્યનની ફિલ્મ પતિ પત્ની ઔર વો જલ્દી જ સિનેમાઘરોમાં આવી રહી છે. તે પહેલા કાર્તિક આર્યન પોતાના બંને સ્ટાર્સ ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની સાથે ફિલ્મનું ખૂબ જ પ્રમોશન કરી રહ્યા છે. પ્રમોશન દરમિયાનનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કાર્તિક માને છે કે તેઓ સારાને પત્નીના રૂપમાં જુએ છે. આ વીડિયો એક ઈન્ટરવ્યૂ દરમિયાનનો છે.
કેટલાક મહિના પહેલા સુધી કાર્તિક અને સારાની દોસ્તીના ચારે તરફ ચર્ચા હતા. બંને ઘણી વાર સાથે જોવા મળી રહ્યા હતા. દરગાહમાં જવાનું હોય કે ફરવાનું બંને સાથે જ હતા. પરંતુ વચ્ચે ખબરો સામે આવી હતી કે સારા અને કાર્તિકનું બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ આ ઈન્ટરવ્યૂ જોઈને ચાહકો ખુશ થઈ શકે છે.
ઈન્ટરવ્યૂનો એક નાનો વીડિયો કાર્તિકના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે જેમાં હોસ્ટ કાર્તિકને પુછે છે કે કોણ તમારી પત્ની હશે અને કો વો. જે બાદ તેઓ કાર્તિક આર્યનને તારા સુતરિયા. સારા અલી ખાન, કિયારા અડવાણી અને નુસરત ભરૂચાનું નામ જણાવે છે. જે બાદ કાર્તિક પહેલા પત્ની માટે કિયારા અને વો માટે તારાનું નામ લે છે. જેના પર હોસ્ટ કહે છે કે તેમને બે એક્ટ્રેસનું નામ બોલવાનું છે. જે બાદ કાર્તિક પત્ની માટે સારા અલી ખાન અને કિયારાનું નામ લે છે. અને વો માટે તારા અને નુસરતનું નામ લે છે.
આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ
તમને જણાવી દઈએ કે કાર્તિક, ભૂમિ અને અનન્યાની ફિલ્મ પતિ પત્ની ઔર વો 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. તો સારા અને કાર્તિક વર્ષ 2020માં લવ આજકાલ 2માં નજર આવશે.
કાર્તિક આર્યનને અનન્યા પાન્ડેએ પૂછ્યું...શું તારી બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન છે?
Dec 05, 2019, 10:21 IST'અંખિયો સે ગોલી મારે'ની રીમેક પર શું વિચારે છે ગોવિંદાની દીકરી ટીના.....
Nov 26, 2019, 20:28 ISTસારા અલી ખાન ખૂબ કામ કરાવે છે : વરુણ
Nov 06, 2019, 10:16 ISTસારા અલી ખાને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Nov 03, 2019, 13:23 IST