આ વિડિયોમાં આદિત્ય અને સારા બન્ને એકમેકની ખૂબ જ નજીક ઊભાં રહ્યાં છે આથી તેમની વચ્ચે નિકટતા વધી રહી હોવાની પણ ચર્ચાઓ છે.
આદિત્ય રૉય કપૂર , સારા અલી ખાન
આદિત્ય રૉય કપૂર હાલમાં જ સારા અલી ખાન સાથે પાર્ટી કરતો જોવા મળ્યો છે. અનન્યા પાંડે સાથે બ્રેકઅપ થયું હોવાની ચર્ચાને કારણે આદિત્ય હાલમાં ખૂબ જ લાઇમલાઇટમાં રહ્યો છે. સારા અને આદિત્ય હવે અનુરાગ બાસુની ‘મેટ્રો ઇન દિનોં’માં જોવા મળવાનાં છે. તેઓ જે પાર્ટી કરી રહ્યાં છે એ ફિલ્મના સેટ પર અનુરાગ બાસુનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો ત્યારની હોવાની ચર્ચા છે. આ વિડિયોમાં આદિત્ય અને સારા બન્ને એકમેકની ખૂબ જ નજીક ઊભાં રહ્યાં છે આથી તેમની વચ્ચે નિકટતા વધી રહી હોવાની પણ ચર્ચાઓ છે.