જ્યારે એરપોર્ટની બહાર 'ધીમે-ધીમે' પર ડાન્સ કરવા લાગ્યા દીપિકા અને કાર્તિક...

Published: Dec 01, 2019, 16:13 IST | Mumbai Desk

રવિવારે દીપિકા અને કાર્તિક એરપોર્ટ પર મળ્યા અને ખાસ વાત એ છે કે બન્ને ત્યાં જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું.

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'ના ગીત 'ધીમે-ધીમે' પર ડાન્સ કરવાનું ચેલેન્જ વાયરલ થઈ રહ્યો છે. આ ચેલેન્જને પૂરું કરવા માટે દીપિકા પાદુકોણે કાર્તિક આર્યન પાસેથી મદદ માગી હતી અને કાર્તિક આર્યને પણ મદદ કરવા માટે હા પાડી દીધી. આ દરમિયાન, રવિવારે દીપિકા અને કાર્તિક એરપોર્ટ પર મળ્યા અને ખાસ વાત એ છે કે બન્ને ત્યાં જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું.

સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વીડિયોમાં દેખાય છે કે દીપિકા અને કાર્તિક ગેલ મળે છે અને પછી દીપિકા પાદુકોણ, કાર્તિક આર્યનને ધીમે-ધીમે ગીત પર ડાન્સ વિશે વાત કરે છે. એક્ટ્રેસ કાર્તિકને ડાન્સ શીખવાડવાની વાત કરે છે અને કહે છે કે જો તે બતાવે તો તે પ્રયત્ન કરી શકે છે. બસ... તેના પછી કાર્તિક આર્યને આ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું અને દીપિકા પાદુકોણ પણ તેની સાથે ડાન્સ કરવા લાગી.

 
 
 
View this post on Instagram

Swift moves #dheemedheeme with #kartikaaryan and #deepikapadukone ❤❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) onNov 30, 2019 at 8:30pm PST

હકીકતે, દીપિકા પાદુકોણ ગીતના સ્વિફ્ટ મૂવ્ઝ વિશે વાત કરી રહી હતી, જેમાં પગથી ગીતનું એક સ્ટેપ કરવાનું હતું. વીડિયોમાં દેખાય છે કે બન્ને સ્ટાર્સ આ ગીત પર ડાન્સ કરે છે અને ત્યાં હાજર ફોટોગ્રાફર્સ આનો વીડિયો લઈ લે છે. આ દ્રશ્ય કોઇ પાર્ટી કે સેટનો નથી, જ્યારે એરપોર્ટનો છે. જ્યાં સ્ટાર્સ પોતાને ડાન્સ કરવાથી અટકાવી શકતાં નથી.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

જણાવીએ કે સોશિયલ મીડિયા પર #DheemeDheemeChallenge ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યું છે અને લોકો આ હેશટેગ સાથે વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. આ પહેલા દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર કાર્તિકને ટેગ કરતાં લખ્યું, "શું તમે મને ધીમે ધીમે સ્ટેપ્સ શીખવાડશો? હું પણ #dheemedheemechallengeમાં ભાગ લેવા માગું છું!!!" આના પર રિએક્શન આપતાં કાર્તિક આર્યને લખ્યું, "હા જરૂર, તમે જલ્દી શીખી જશો. કહો ક્યારે?"

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK