ઇન્ડસ્ટ્રીમાં સેલરી ગૅપ પર બોલી કરીના - 'મને અક્ષય જેટલા પૈસા આપી દો'

Published: Dec 07, 2019, 20:24 IST | Mumbai Desk

એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ઘણાં સમય પછી અક્ષય કુમાર સાથે દેખાય છે. તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન્સ દરમિયાન તેણે પોતાની ફિલ્મો વિશે વાતો કરી

કરીનાને જ્યારે એક્ટર્સ અને એક્ટ્રેસિસ વચ્ચેના સેલરી ગૅપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, "વસ્તુઓ બદલાઇ રહી છે અને મહિલાઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ પદો પર પહોંચી રહી છે. જ્યાં સુધી સેલરીની વાત છે તો હું ફક્ત એટલી ફી ઇચ્છું છું જેટલી અક્ષય કુમારને મળે છે."

એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ઘણાં સમય પછી અક્ષય કુમાર સાથે દેખાય છે. તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન્સ દરમિયાન તેણે પોતાની ફિલ્મો વિશે વાત તો કરી સાથે જ તેણે બોલીવુડ સ્ટાર અભિનેતાઓ અને અભિનેત્રીઓન સેલરી ગૅપ વિશે પણ વાત કરી.

 
 
 
View this post on Instagram

About today for the HT Summit Awards 2019 with @akshaykumar

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onDec 6, 2019 at 8:21am PST

અક્ષય જેટલી સેલરી ઇચ્છે છે કરીના
કરીનાને જ્યારે એક્ટર્સ અને એક્ટ્રેસિસ વચ્ચે સેલરી ગૅપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, "વસ્તુઓ બદલાઇ રહી છે અને મહિલાઓ પણ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ પદ પર પહોંચી રહી છે. જ્યાં સુધી સેલરીની વાત છે તો હું ફક્ત એટલી ફીઝ ઇચ્છું છું જેટલી અક્ષય કુમારને મળે છે." કરીનાની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી જેવા સિતારાઓ જોવા મળશે. આ ફિલ્મ રાજ મેહતાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ બે કપલની સ્ટોરી છે. ફિલ્મમાં સરોગેસી પણ એક મુખ્ય મુદ્દો હશે. આ એક એવો કૉન્સેપ્ટ છે જેના પર આ પહેલા બોલીવુડમાં ફિલ્મ નથી બની. આ કૉમેડી ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

આ ફિલ્મ સિવાય કરીના ફિલ્મ તખ્તને લઈને પણ ચર્ચામાં છે. કરણ જોહરના મલ્ટીસ્ટારર પ્રૉજેક્ટમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાન્હવી કપૂર, અનિલ કપૂર અને ભૂમિ પેડણેકર જેવા સિતારાઓ દેખાશે, કરીના ઇરફાન ખાન સાથે પણ કામ કરી રહી છે. આ ફિલ્મ ઇરફાનની ફિલ્મ હિંદી મીડિયમની સીક્વલ છે. તો અક્ષય કુમાર આગામી બે વર્ષ સુધી સુપર બિઝી છે અને આ દરમિયાન તેની કેટલીય ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમાં તે કેટલીય યંગ અને અનુભવી એક્ટ્રેસિસ સાથે કામ કરી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK