Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમાર મને કોઈ ગૂડ ન્યુઝ નથી આપી રહ્યો : કરણ જોહર

અક્ષયકુમાર મને કોઈ ગૂડ ન્યુઝ નથી આપી રહ્યો : કરણ જોહર

19 November, 2019 12:00 PM IST | Mumbai

અક્ષયકુમાર મને કોઈ ગૂડ ન્યુઝ નથી આપી રહ્યો : કરણ જોહર

‘ગુડ ન્યુઝ’ સ્ટાર કાસ્ટ

‘ગુડ ન્યુઝ’ સ્ટાર કાસ્ટ


કરણ જોહરનું કહેવું છે કે તેના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ માટે જ્યારે કોઈ સ્ટાર ઓછી ફી લે છે ત્યારે એ તેના માટે ગુડ ન્યુઝ છે. જોકે આ માટે અક્ષયકુમાર તેને કોઈ સારા સમાચાર નથી આપી રહ્યો. કરણના પ્રોડક્શન હેઠળ બનેલી ‘ગુડ ન્યુઝ’ ૨૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે કરીના કપૂર ખાન, દિલજિત દોસંજ અને કિયારા અડવાણી પણ જોવા મળશે. કરણ અને અક્ષય ‘કેસરી’ અને ‘બ્રધર્સ’ બાદ ત્રીજી વાર સાથે કામ કરી રહ્યાં છે. આ વિશે વધુ જણાવતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘મારા માટે ગુડ ન્યુઝ એ છે કે જ્યારે કોઈ સ્ટાર મારી ફિલ્મમાં કામ કરવા માટે ઓછી ફી ચાર્જ કરે. જોકે જ્યાં સુધી આ સમાચારની વાત છે ત્યાં સુધી અક્ષયકુમાર મને એક પણ સારા સમાચાર નથી આપી રહ્યો.’

સારા સમાચારની સાથે હંમેશા ખરાબ સમાચાર જોડાયેલા હોય છે એ વિશે વધુ જણાવતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે હું જ્યારે સારા સમાચાર સાંભળુ કે તરત જ મને એની સાથે ખરાબ સમાચાર પણ સાંભળવા મળે છે. મારા માટે હંમેશાં ‘કભી ખુશી કભી ગમ’ જેવી સ્થિતિ રહી છે અને એજ લાઇફનો ભાગ છે. જો કોઈના જન્મની વાત હોય તો એ અલગ વાત છે. મને હજી પણ યાદ છે કે મેં જ્યારે પહેલીવાર મારા બન્ને બાળકોના જન્મના સમાચાર સાંભળ્યા ત્યારે હું ખૂબ જ ખુશ થયો હતો. જોકે આ સિવાય હું કોઈ પણ સમાચારને લઈને એટલો ખુશ નથી થતો.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2019 12:00 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK