Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાએ ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’નાં પોસ્ટર પર કરણ-હૃતિકનો ચહેરો લગાવ્યો

કંગનાએ ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’નાં પોસ્ટર પર કરણ-હૃતિકનો ચહેરો લગાવ્યો

24 July, 2019 10:59 AM IST |

કંગનાએ ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’નાં પોસ્ટર પર કરણ-હૃતિકનો ચહેરો લગાવ્યો

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટની ટીમે તાજેતરમાં જ માર્વેલ સ્ટૂડિયોઝની ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’નાં પોસ્ટર પર કરણ જોહર અને હૃતિક રોશનનાં ચહેરા લગાવીને તેમનાં પર પ્રહાર કર્યો છે. છેલ્લા ઘણાં મહિનાઓથી કંગના વિવિધ વિવાદોનાં વમળમાં સપડાયેલી રહે છે. હૃતિક સાથેનાં રિલેશન્સ, કરણ જોહર સાથે નેપોટિઝમ, સ્ટાર કિડ્સને લઈને ચાલેલા વિખવાદ અને જર્નલિસ્ટ સાથે થયેલા ઝઘડા આ તમામ કારણોસર તે સમાચારોમાં છવાયેલી હતી. આ જ કારણ છે કે તેને ‘ઍક્ટર સ્ટ્રેન્જ’ કહીને એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટરને તેની ટીમે શૅર કર્યું છે. એનાં પર લખવામાં આવ્યુ છે જો કંગના સુપર હીરો હોત તો. કંગનાને સુપર હીરોનાં અવતારમાં દેખાડવામાં આવી છે. આ ફિલ્મનાં ઑરિજિનલ કલાકારોનાં ચહેરાઓને ઢાંકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : નિયતિ ફતનાની: શું તમે જાણો છો આ 'નઝર' સીરિયલની એક્ટ્રેસ અમદાવાદી છે?



કંગનાની પાછળ ટિલ્ડા સ્વિન્ટનનાં ચહેરા પર કરણ જોહરનો ચહેરો મુકવામાં આવ્યો છે. બેનેડિક્ટ વૉંગનાં ચહેરા પર સ્ટાર કિડ્સ લખેલુ છે. તો અન્ય કલાકાર ચિવેટેલ એજિયોફોરનાં સ્થાને હૃતિકનો ચહેરો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તાજેતરમાં પ્રેસ સાથે થયેલા વિવાદને જોતાં આ પોસ્ટરમાં પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાનું બેનર પણ જોવા મળી રહ્યું છે. ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ના આ પોસ્ટરને ‘ઍક્ટર સ્ટ્રેન્જ : ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’ નામ આપવામાં આવ્યુ છે. આ પોસ્ટરને કંગનાની ટીમે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 10:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK