Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Kabir Singh Collection: 3 દિવસમાં આટલા કરોડને પાર પહોંચી ફિલ્મ

Kabir Singh Collection: 3 દિવસમાં આટલા કરોડને પાર પહોંચી ફિલ્મ

24 June, 2019 01:08 PM IST | મુંબઈ

Kabir Singh Collection: 3 દિવસમાં આટલા કરોડને પાર પહોંચી ફિલ્મ

 Kabir Singh Collection: 3 દિવસમાં આટલા કરોડને પાર પહોંચી ફિલ્મ


શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ છેલ્લા ત્રણ દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઓપનિંગ વીક એન્ડમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ હિટ જ સાબિત નથી થઈ, પરંતુ શાહિદ કપૂરના કરિયરની સૌથી મોટી સક્સેસફુલ ફિલ્મ બની છે. કબીર સિંહે એક મુદ્દે તો સલમાન ખાનની ફિલ્મ ભારતની બરાબરી પણ કરી લીદી છે.

ધમાકેદાર વીક એન્ડ



તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની ઓફિશિયલ રીમેક કબીર સિંહ શુક્રવારે રિલીઝ થઈ હતી. દેશભરમાં 3123 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ફિલ્મે અપેક્ષા અને આશા પ્રમાણે જ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને ફિલ્મને જબરજસ્ત ઓપનિંગ મળ્યું છે. ફિલ્મે પહેલા દિવસે 20.21 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. શનિવારે કબીરસિંહે 22.71 કરોડ રૂપિયા ઉસેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દિવસે ભારત-અફ્ઘાનિસ્તાની મેચ હતી. તેમ છતાંય કબીર સિંહની કમાણી પર કોઈ અસર નથી પડી. કબીર સિંહે પહેલા જ બે દિવસમાં 42.92 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મ જોવા માટે તૂટી પડ્યા હતા. ફિલ્મે 27.91 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ કબીરસિંહનું ઓપનિંગ વીક એન્ડ કલેક્શન 70.83 કરોડ થઈ ચૂક્યુ છે.



'ભારત'ની બરાબરી

ખાસ વાત એ છે કે કબીરસિંહે પહેલા રવિવારે જ સલમાન ખાનની ફિ્લમ ભારતના કલેક્શનની બરાબરી કરી લીધી છે. આ ફિલ્મ પહેલા દિવસે 27.90 કરોડની કમાણી કરી હતી. કબીર સિંહ શાહિદ કપૂરના કરિયરની સૌથી મોટી સોલો હિટ બનવા જઈ રહી છે. પદ્માવત બાદ આ ફિલ્મ શાહિદ કપૂરની સૌથી મોટી ઓપનિંગ વીક એન્ડ છે. આ ફિલ્મ નાના શહેરો અને ગામોમાં જબરજસ્ત ચાલી રહી છે. કબીરસિંહે ટોટલ ધમાલના ઓપનિંગ કલેક્શન 62.40 કરોડના આંકડાને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચોઃ માયરા દોશીઃસુપરક્યુટ છે આ 'ચાસણી' ગર્લ, ફોટોઝ પણ લાગશે વ્હાલા

ફિલ્મની થઈ છે ટીકા

કબીરસિંહને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે, તેમણે જ આ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ ડિરેક્ટ કર્યું હતું. કબીર સિંહમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. કબીરસિંહની સ્ટોર એક એવા મેડિકલ સ્ટુડન્ટની લવસ્ટોરી છે, જે ભણવામાં જીનિયસ છે પરંતુ ગુસ્સો ખૂબ જ આવે છે. આ ગુસ્સાના કારણએ તેની જિંદગીમાં સારુ થાય છે, તો ખરાબ બનાવો પણ બને છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સાથે જ મહિલા પાત્રને નબળું બતાવવા માટે ફિલ્મની ટીકા પણ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 01:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK