Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોક્સ ઓફિસ : જ્હોન અબ્રાહમની બાટલા હાઉસે આપી મિશન મંગલને ટક્કર

બોક્સ ઓફિસ : જ્હોન અબ્રાહમની બાટલા હાઉસે આપી મિશન મંગલને ટક્કર

17 August, 2019 04:35 PM IST |

બોક્સ ઓફિસ : જ્હોન અબ્રાહમની બાટલા હાઉસે આપી મિશન મંગલને ટક્કર

બોક્સ ઓફિસ : જ્હોન અબ્રાહમની બાટલા હાઉસે આપી મિશન મંગલને ટક્કર


મિશન મંગલના ધમાલ વચ્ચે જ્હોન અબ્રાહમની બાટલા હાઉસે પણ શાનદાર કમાણી કરી છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે 2 મોસ્ટ અવેઈટેડ ફિલ્મો રિલીઝ થઈ . સ્વતંત્રતા અને રક્ષાબંધનના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ બાટલા હાઉસ અને મિશન મંગલે ધમાકેદાર કમાણી કરી છે. મિશન મંગલે 2 દિવસમાં 46.44 કરોડની કમાણી કરી છે. બાટલા હાઉસે પણ પહેલા દિવસ પછી બીજા દિવસે સતત સારી કમાણી કરી હતી. સત્યમેવ જયતે પછી જ્હોન અબ્રાહમ સ્ટારર બાટલા હાઉસે દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ છે.

બાટલા હાઉસે પહેલા દિવસે સારી કમાણી કરતા 15.55 કરોડ રૂપિયાની કમાણી કરી જ્યારે બીજા દિવસે 8.84 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બાટલા હાઉસે 2 દિવસના અંતે કુલ 24.39 કરોડની કમાણી કરી છે. 2008ના ફેક એન્કાઉન્ટર કેસ પર આધારિત ફિલ્મ બાટલા હાઉસ પર ફિલ્મ દર્શાવવામાં આવી છે. જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ દર્શકોમાં રોમાંચ જાળવી રાખ્યો છે. ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, રજા હોવાના કારણે ફિલ્મને સારી ઓપનિંગ તો મળી છે જો કે શુક્રવારે પણ ફિલ્મે પોતાનો દમ દેખાડ્યો હતો. બાટલા હાઉસની નજર હવે વીકેન્ડ પર રહશે. વીકેન્ડ સારૂ રહેશે તો ફિલ્મ બોક્સઓફિસ પર મેજિક ક્રિએટ કરી શકશે.



આ પણ વાંચો: દીપિકા પ્રગ્નેન્ટ છે? : રણવીરના સોશિયલ મીડિયા લાઇવમાં કઈક આવો કર્યો ઇશારો.!


બાટલા હાઉસ પહેલા દિવસની કમાણી મામલે જ્હોન અબ્રાહમની બીજી ફિલ્મ બની ગઈ છે. જ્હોન અબ્રહામની પહેલા દિવસની સૌથી વધારે કમાણીમાં સત્યમેવ જયતે પહેલા સ્થાને છે. આ ફિલ્મે પહેલા દિવસે 18.65 કરોડની કમાણી કરી હતી. બાટલા હાઉસ પહેલા જ્હોનની આ યાદીમાં રેસ-2 બીજા સ્થાને હતી. રેસ-2એ 15.55 કરોડની કમાણી કરી હતી જો કે હવે બાટલા હાઉસ આ યાદીમાં રેસ-2ને પાછળ મુકી બીજા સ્થાને આવી ગયું છે


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 04:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK