Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday રજનીકાંતઃ ફેન્સે આ રીતે ઉજવ્યો જન્મદિવસ

Happy Birthday રજનીકાંતઃ ફેન્સે આ રીતે ઉજવ્યો જન્મદિવસ

26 December, 2018 03:04 PM IST |

Happy Birthday રજનીકાંતઃ ફેન્સે આ રીતે ઉજવ્યો જન્મદિવસ

થલૈયવા રજનીકાંત

થલૈયવા રજનીકાંત


દક્ષિણ ભારતમાં ભગવાનની જેમ પૂજાનાર સુપરસ્ટાર રજનીકાંત આજે 68 વર્ષના થયા છે. તેમના ફેન્સ સુપરસ્ટારનો જન્મદિવસ જબરજસ્ત રીતે ઉજવી રહ્યા છે. ફેન્સ રજનીકાંતનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી રહ્યા છે.

તાજેતરમાં જ રજનીકાંતની ફિલ્મ 2.0 રિલીઝ થઈ છે. અત્યાર સુધીમાં 650 કરોડની કમાણી કરી ચૂકેલી આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં ભવિષ્યમાં મોબાઈલથી થતા નુક્સાન વિશે વાત કરાઈ છે. ફિલ્મમાં મોબાઈલથી પક્ષીઓને થતા નુક્સાનને દર્શાવાયું છે. રજનીકાંતના ફેન્સે આ જ થીમ પર 68 મિનિટ સુધી પોતાનો મોબાઈલ બંધ રાખીને જન્મદિવસ ઉજવ્યો. કારણ કે રજનીકાંત 68 વર્ષના થયા છે તો તેમના ફેન્સે 12 ડિસેમ્બરે બપોરે 12 વાગીને 12 મિનિટે પોતાના ફોન્સ બંધ કર્યા અને રજનીકાંતના જન્મદિવસની ઉજવણી કરી



                     મોબાઈલ બંધ રાખીને કરાઈ ઉજવણી


 

આખા વિશ્વમાં રજનીકાંતનું જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તાજેતરના વર્ષોમાં રજનીકાંત દક્ષિણના રાજકારણમાં જે રીતે કામ કરી રહ્યા છે તેની અસર તામિલનાડુ સરકર પર પણ પડી છે. સિલ્વર સ્ક્રીન પર તેમનો ચાર્મ 43 વર્ષથી દેખાઈ રહ્યો છે. બેંગાલુરુના એક મરાઠી પરિવારમાં જન્મેલા શિવાજીરાવ ગાયકવાડના બસ કંડક્ટરથી લઈને ઈન્ડિયન સિનેમાના સુપરસ્ટાર બનવાની વાત રસપ્રદ છે. ચાર ભાઈઓ બહેનોમાં સૌથી નાના શિવાજીનો પરિવાર આર્થિક રીતે સદ્ધર ન હોવાને કારણે તેઓ બાળપણથી જ કુલી, કાર્પેન્ટર, બસ કંડક્ટરની નોકરી કરી પરિવારનું પેટ ભરતા હતા. 25 વર્ષની ઉંમરે રજનીકાંતને તમિલ ફિલ્મ અપૂર્વ રાગાંગલમાં બ્રેક મળ્યો. આ ફિલ્મમાં કમલ હસન લીડ રોલમાં હતા.


1978માં પહેલીવાર ફિલ્મ ભૈરવીમાં રજનીકાંત લીડ રોલમાં દેખાયા, અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. બાદમાં તો થલૈવાની ગાડી દોડવા લાગી. 1983માં ફિલ્મ અંધા કાનૂનથી રજનીકાંતે બોલીવુડમાં એન્ટ્રી પણ કરી લીધી. હાલ ભારત સહિત રજનીકાંતના ચાહકો, ચીન અને જાપાનમાં પણ છે. રજનીકાંત પણ પોતાના ફેન્સની ભાવનાઓ, લાગણીઓની કદર કરે છે. લગભગ 25 વર્ષ પહેલા જ્યારે ચેન્નાઈમાં રજનીકાંતનો જન્મ દિવસ ઉજવીને તેમના ફેન્સ પાછા ફરી રહ્યા હતા, ત્યારે એક એક્સિડન્ટમાં તેમના ત્રણ ફેન્સનું મોત થયું હતું. ત્યારથી રજનીકાંત પોતાનો જન્મદિવસ ચેન્નાઈમાં નથી ઉજવતા. તેઓ પોતાની ફિલ્મ રિલીઝ થયા બાદ થોડો સમય હિમાલયમાં વીતાવે છે. હિમાલયમાં રજનીકાંતે મેડિટેશન સેન્ટર બનાવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 03:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK