દીપિકાએ '83'ના ડાયરેક્ટરની દીકરી સાથે ક્લિક કરાવી આ ક્યૂટ તસવીર, જુઓ

મુંબઈ | Jul 12, 2019, 13:58 IST

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ લંડનમાં પોતાની અપકમિંગ ફિલ્મ '83'ની શૂટિંગ કરી રહ્યા છે.

દીપિકાએ '83'ના ડાયરેક્ટરની દીકરી સાથે ક્લિક કરાવી આ ક્યૂટ તસવીર
દીપિકાએ '83'ના ડાયરેક્ટરની દીકરી સાથે ક્લિક કરાવી આ ક્યૂટ તસવીર

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ લંડનમાં પોતાની અપકમિંગ ફિલ્મ '83'ની શૂટિંગ કરી રહ્યા છે. દીપિકા શૂટિંગને ઘણી એન્જોય કરી રહી છે અને તે કબીર ખાનની ફૅમિલી સાથે ઘણી ખુશ નજર આવી રહી છે, આ વાયરલ થયેલા ફોટોઝથી તમને ખબર પડી જશે.

 
 
 
View this post on Instagram

Clearly @sairahkabir is having the most fun on the #83 shoot !! And @deepikapadukone gave her some serious girl goals :) @kabirkhankk

A post shared by Mini Mathur (@minimathur) onJul 11, 2019 at 6:04am PDT

દીપિકાની એક ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં દીપિકા ના પતિ સાથે અને ના કોઈ સ્ટાર કાસ્ટ સાથે નજર આવી રહી છે. પરંતુ તે ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાનની દીકરી સાથે નજર આવી રહી છે. કબીર ખાનની દીકરીનું નામ સાઈરા (Sairah) છે. દીપિકા અને સાઈરાની ફોટોને મિની માથુરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે.

આ ફોટોમાં દીપિકાએ સાઈરાને પોતાના ખોળામાં ઉચકી રાખી છે અને બન્ને ઘણા ખુશ નજર આવી રહ્યા છે. મિનીએ ફોટો શેર કરતા લખ્યું છે, સાઈરા કબીર 83ની શૂટિંગને ઘણી એન્જોય કરી રહી છે. જણાવી ધઈએ કે આ ફિલ્મમાં રણવીર અને દીપિકા લીડ રોલમાં નજર આવવાના છે. ફિલ્મની વાર્તા 1983માં થયેલા વર્લ્ડ કપ પર આધારિત છે. ફિલ્મમાં રણવી, કપિલ દેવનું પાત્ર ભજવશે અને દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનું પાત્ર ભજવી રહી છે.

આ પણ જુઓ: પૂજા ઝવેરીઃ સાઉથની ફિલ્મો બાદ હવે મલ્હાર સાથે જોડી જમાવશે આ ગ્લેમરસ ગુજ્જુ ગર્લ

ફિલ્મ માટે દીપિકા લઈ રહી છે આટલી ફીસ

દીપિકા પાદુકોણ પહેલા આ ફિલ્મમાં કામ કરવા નહોતી ઈચ્છતી. ખરેખર, દીપિકા હવે બૉલીવુડની ટૉપ એક્ટ્રેસ થઈ ચૂકી છે. એવામાં તે આ ફિલ્મમાં એટલો નાનો અને સાઈડ રોલ કરવા માટે તૈયાર નથી. રિપોર્ટ્સ મુજબ રણવીરે એને આ રોલ કરવા માટે મનાવ્યા. એ સિવાય એમની માનવાનું કારણ બની એની ફીસ. દીપિકાએ આ ફિલ્મ માટે મોટી ફીસની ડિમાન્ડ રાખી હતી. સમાચાર મુજબ દીપિકાને આ ફિલ્મમાં 14 કરોડ રૂપિયાની ભારી રકમ આપવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK