Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરા પ્રેગ્નન્ટ છે?

પ્રિયંકા ચોપરા પ્રેગ્નન્ટ છે?

17 February, 2019 11:52 AM IST |

પ્રિયંકા ચોપરા પ્રેગ્નન્ટ છે?

પ્રિયંકા ચોપરા પ્રેગનેન્ટ હોવાની ચર્ચા

પ્રિયંકા ચોપરા પ્રેગનેન્ટ હોવાની ચર્ચા


પ્રિયંકા ચોપડા જોનસ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા ચાલી રહી છે. પ્રિયંકાએ હાલમાં જ ન્યુ યૉર્કમાં તેના ડિઝાઇનર ફ્રેન્ડ માઇકલ ર્કોસના ફૅશન-શોમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટનો ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. આ ફોટોને જોઈને ઇન્ટરનેટ પર યુઝર્સ તે પ્રેગ્નન્ટ હોવાની વાતો કરી રહ્યા છે. આ ફોટોમાં તેનું પેટ થોડું વધુ દેખાઈ રહ્યું છે. આ તેનું બેબી બમ્પ છે કે પછી તેણે ડિનર વધારે પડતું કર્યું હતું કે તેને ડ્રેસ ટાઇટ પડી રહ્યો છે એ તો સમય જ કહેશે. પ્રિયંકાએ ડિસેમ્બરમાં નિક સાથે જોધપુરમાં લગ્ન કર્યા હતાં.

લંડનમાં ઉજવ્યો વેલેન્ટાઈન્સ ડે



પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લગ્ન બાદ પહેલો વૅલેન્ટાઇન્સ ડે લંડનમાં મનાવ્યો હતો. પ્રિયંકા લૉસ ઍન્જલસમાં અને નિક લંડનમાં કામમાં વ્યસ્ત છે. એથી પ્રિયંકા હબીને મળવા અને તેની સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવા લંડન પહોંચી હતી. પોતાના પ્લાન વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું લંડન જવાની છું, કારણ કે નિક હાલમાં ત્યાં કામ કરી રહ્યો છે. હું બે દિવસ માટે ત્યાં જવાની છું. હું નથી માનતી કે પ્રેમના એકરાર માટે તમને કોઈ દિવસની જરૂર પડે, પરંતુ પ્રેમના શબ્દો સાંભળવા ગમે છે. અમે એના પર વધુ પ્રેશર નથી આપતાં. અમે પહેલાં આ વૅલેન્ટાઇન્સ ડે સાથે મનાવવાનાં નહોતાં, કારણ કે હું લૉસ ઍન્જલસમાં કામમાં બિઝી હતી અને તે લંડનમાં. જોકે હવે હું ખુશ છું કે અમે સાથે સમય વિતાવી શકીશું. કોઈ પણ પ્રકારનું પ્રેશર અમારા પર નથી. તે હંમેશાં બીજી વ્યક્તિને સમજે છે અને સ્વીટ છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 11:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK