બીગ બીની ગ્રાન્ડ ડૉટર નવ્યા થઈ ગઈ ગ્રેજ્યુએટ, તસવીરો વાયરલ

Updated: May 07, 2020, 16:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લૉકડાઉનને લીધે યુનિર્વસિટીમાં ન યોજાઈ દોહિત્રીની ગ્રેજ્યુએશન સેરેમની તો બચ્ચન પરિવારે 'જલસા'માં જ કર્યો જલસો

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદા આજે બહુ જ ખુશ છે અને ગર્વ અનુભવી રહી છે. કારણકે તેની દીકરી અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા તાજેતરમાં જ ન્યુયોર્કની ફોરધામ યુનિર્વસિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છે. પરંતુ કોરોના વાયરસ (COVID-19)ને કારણે આ વર્ષે યુનિર્વસિટીમાં ગ્રેજ્યુએશન સેરેમનીના કાર્યક્રમનું આયોજન નહોતુ કરવામાં આવ્યું.

યુનિર્વસિટિમાં ભલે ગ્રેજ્યુએશન સેરેમની ન યોજાઈ પણ પૌત્રી માટે બચ્ચન પરિવારે 'જલસા'માં જ ગ્રેજ્યુએશન પાર્ટીનો માહોલ ઊભો કર્યો હતો. મેઘા સ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમની પૌત્રી નવ્યા નવેલીએ ગ્રેજ્યુએશન રોબ અને કેપ પહેરેલી છે. આ રોબ અને કૅપ ઘરમાં જ બનાવાવમાં આવ્યા હોવાનું પણ બીગ બીએ જણાવ્યું હતું. રોબ કાળા ટેટિંગ વેસ્ટથી અને કૅપ ચાર્ટ પેપરથી તૈયાર કરવામાં આવી હતી.

અમિતાભ બચ્ચને પૌત્રીના અનેક ફોટો અને વિડિયો શેર કર્યા હતા. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ગ્રેજ્યુએટ થયાની શુભેચ્છા પૌત્રી. અમને તારા પર ગર્વ છે. લવ યુ.

 
 
 
View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) onMay 6, 2020 at 8:13am PDT

બીગ બીએ દીકરી શ્વેતા અને નવ્યાની પણ તસવીરો પોસ્ટ કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) onMay 6, 2020 at 8:10am PDT

નવ્યાના મામા અભિષેકે પણ ભાણીની સફળતાની ખુશી વ્યક્ત કરી હતી. અભિષેકે કેપ્શનમાં લખ્યું હતું કે, લૉકડાઉનને લીધે તું તારા મિત્રો સાથે સફળતાનું સેલિબ્રેશન નથી કરી શકી પરંતુ ઘરનું ગાર્ડન પણ કંઈ ખરાબ નથી. એવું લાગી રહ્યું છે કે જાણે કાલની જ વાત હોય કે અમે બધાએ તને ડોર્મ રૂમમાં શિફ્ટ કરી હતી. એક ફ્રેશરની જેમ. પછી આગળ અભિષેકે મજાકમાં લખ્યું હતું કે, અમે નહીં મે. કારણકે તુ તારા મામાને સૌથી ભારે સામાન પકડાવતી હતી. દુનિયાને તું શું ખજાનો આપીશ એ જોવા હું આતુર છું.

નવ્યાના ફોટો શ્વેતાએ પણ પોસ્ટ કર્યા હતા અને તેને ગ્રેજ્યુએટ થયાની શુભેચ્છાઓ આપી હતી.

પૌત્રીના ગ્રેજ્યુએશનની ખુશી અને સફળતાની ઉજવણી આખા બચ્ચન પરિવારે સાથે કરી હતી. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK