Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > અમેરિકન ફિલ્મમેકર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે હુમા કુરેશી

અમેરિકન ફિલ્મમેકર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે હુમા કુરેશી

23 January, 2020 04:35 PM IST | Mumbai

અમેરિકન ફિલ્મમેકર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે હુમા કુરેશી

હુમા કુરેશી

હુમા કુરેશી


હુમા કુરેશી અમેરિકન ફિલ્મમેકર ઝૅક સ્નાઇડર સાથે કામ કરવા માટે ખાસ્સી ઉત્સાહિત છે. ઝૅકની ફિલ્મ ‘આર્મી ઑફ ડેડ’માં હુમાને કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં તેનો અગત્યનો રોલ છે. આ ફિલ્મ મળતાં હુમાની ખુશી ક્યાંય નથી સમાતી. ફિલ્મને લઈને હુમાએ કહ્યું હતું કે ‘આ તક મળતાં હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. હું ઝૅક સ્નાઇડરની ફૅન છું. ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થાય એ માટે હું ખૂબ આતુર છું.’

હુમા કુરેશી હવે વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘લીલા’ નામની વેબ-સિરીઝ શરૂ થવાની છે. ૧૪ જૂને રિલીઝ થનારી આ વેબ-સિરીઝને દીપા મેહતા ડિરેક્ટ કરશે. જર્નલિસ્ટ પ્રયાગ અકબરની બુક પર આધારિત ‘લીલા’ એક એવી માતાની સ્ટોરી છે જે પોતાની ખોવાયેલી દીકરીને શોધી રહી છે.



આ પણ વાંચો : બૉડી-શેમિંગ પર પ્રહાર કર્યા વિદ્યા બાલને


આ વેબ-સિરીઝ સંબંધિત એક ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને હુમાએ ટ્વીટ કર્યું હતું કે ‘શું તમે મારી સાથે જોડાવા માગો છો? ‘લીલા’. જલદી જ આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 04:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK