Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈબીજ નિમિત્તે પરિણીતી ચોપડાએ ભાઈને ગણાવ્યા પોતાના સર્વસ્વ

ભાઈબીજ નિમિત્તે પરિણીતી ચોપડાએ ભાઈને ગણાવ્યા પોતાના સર્વસ્વ

30 October, 2019 11:45 AM IST | મુંબઈ

ભાઈબીજ નિમિત્તે પરિણીતી ચોપડાએ ભાઈને ગણાવ્યા પોતાના સર્વસ્વ

ભાઈબીજ નિમિત્તે પરિણીતી ચોપડા ભાઈ સાથે

ભાઈબીજ નિમિત્તે પરિણીતી ચોપડા ભાઈ સાથે


પરિણીતી ચોપડાએ ગઈ કાલે ભાઈબીજના પાવન પર્વે પોતાના ભાઈના ફોટો શૅર કરીને તેમને પોતાનું બધું જ જણાવ્યા હતા. પરિણીતીના બે ભાઈઓનાં નામ સહજ અને શિવાંગ છે. તેમના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘માય બેબીઝ. આઇ લવ યુ.’

ભાઈ સાથેના પોતાના રિલેશન વિશે જણાવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મારા ભાઈઓ મારી ખૂબ નજીક છે. તેઓ મારા ફ્રેન્ડ્સ છે. તેઓ મારાં બાળકો જેવાં છે. તેઓ મારું બધું જ છે. તેઓ મારા માટે એટલા સ્પેશ્યલ છે. અમારી વચ્ચે ઉંમરનો વધુ તફાવત પણ નથી. અમે એકબીજાને ખૂબ જ સારી રીતે સમજીએ છીએ. આ જ કારણ છે કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું. મારી લાઇફ વિશે તેઓ બધું જ જાણે છે. તેઓ મારાથી ઉંમરમાં નાના હોવા છતાં પણ તેઓ એટલા મૅચ્યોર છે કે મને સલાહ આપે છે. હું તેમને સતત કૉલ કરીને તેમની પાસેથી સલાહ લઉં છું.



આ પણ જુઓ : બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana


મારે જો કદી તેમને કંઈક કહેવું હોય તો હું એટલું જ કહીશ કે મારા જેવા ખુશમિજાજી બનો. તમે જે પણ કરતા હો એમાં ખુશીઓ શોધો. ભવિષ્યની ચિંતા કરવાનું પણ છોડી દો. વર્તમાનમાં જીવતાં શીખો.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2019 11:45 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK