અર્જુન કપૂર આ ફિલ્મની સીક્વલમાં બનશે વિલન, પહેલા રિતેશે ભજવ્યું હતું પાત્ર

Published: Oct 07, 2019, 19:36 IST | મુંબઈ ડેસ્ક

અર્જુન તાજેતરમાં પોતાની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સાથેના રિલેશનશિપને લઇને ખૂબ જ ચર્ચામાં રહે છે.

અર્જુન કપૂર
અર્જુન કપૂર

ઘણાં સમયથી બોલીવુડમાં ચર્ચા છે કે રાઈટર અને નિર્દેશક મિલાપ જાવેરી પોતાની હિટ ફિલ્મ એક વિલનની સીક્વલ બનાવવા જઈ રહ્યા છે. 2014ની હીટ ફિલ્મ એક વિલનમાં રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. પણ આ ફિલ્મ રિતેશ દેશમુખના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો. તે ફિલ્મમાં વિલન બન્યો હતો. ચર્ચાની માનીએ તો રિતેશ દેશમુખે જે પાત્ર ભજવ્યું હતું તે સીક્વલ ફિલ્મમાં ફિલ્મમેકર્સે અર્જુન કપૂરને સાઇન કરવાની તૈયારી કરી રહ્યા છે. અર્જુન ફિલ્મના મુખ્ય વિલનનું પાત્ર ભજવી શકે છે.

ગ્રે કેરેક્ટર ભજવવા માગે છે અર્જુન
ડેક્કન ક્રૉનિકલની રિપોર્ટ પ્રમાણે પ્રૉડ્યૂસર એકતા કપૂર ટૂંક સમયમાં જ એક વિલન બીજો ભાગ શરૂ કરવાનું વિચારે છે. આ અર્જુન કપૂરને સાઇન કરવાની તૈયારી થઈ રહી છે. જણાવવામાં આવે છે કે અર્જુન કપૂર આ સમયે ગ્રે શેડના કેરેક્ટર સ્ક્રીન પર ભજવવા માગે છે. તે એક વિલન 2નું ભાગ બનવા પર વિચાર કરી રહ્યા છે. ફિલ્મ એક વિલન 2નું મોહિત સૂરી જ ડાયરેક્ટ કરશે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

એક હિટ ફિલ્મની જરૂર છે અર્જુન કપૂર
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર પોતાની આગામી ફિલ્મ 'પાનીપત'ની તૈયારીમાં લાગેલા છે. ફિલ્મમાં અર્જુન સિવાય સંજય દત્ત અને કૃતિ સેનન પણ દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકર કરી રહ્યા છે. આ સિવાય અર્જુન પાસે 'સંદીપ ઓર પિન્કી ફરાર' જેવી ફિલ્મો પણ છે. હવે અર્જુનને એક મોટી ફિલ્મની જરૂર છે કારણકે તેની છેલ્લી ફિલ્મ 'ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ', 'હાફ ગર્લફ્રેન્ડ', અને 'નમસ્તે લંડન' ફ્લોપ થઈ ગઈ હતી. અર્જુન તાજેતરમાં પોતાની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સાથેના રિલેશનશિપને લઇને ખૂબ જ ચર્ચામાં રહે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK