Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથેના ફોટોમાંથી પોતાને કર્યા ક્રોપ! જાણો કેમ

અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથેના ફોટોમાંથી પોતાને કર્યા ક્રોપ! જાણો કેમ

17 October, 2019 12:47 PM IST | મુંબઈ

અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથેના ફોટોમાંથી પોતાને કર્યા ક્રોપ! જાણો કેમ

જયા બચ્ચન

જયા બચ્ચન


બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જો તમે અમિતાભનું ટ્વિટર હેન્ડલ જોશો તો તેઓ રોજ કાંઈક ને કાંઈક ટ્વીટ કરતા રહે છે. અમિતાભ બચ્ચનના ટ્વીટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. કરવા ચૌથના ખાસ મોકા પર બિગ બીએ એક ટ્વીટ કર્યું છે. જે ખૂબ જ ફની છે. આ ટ્વીટમાં તેમણે પત્ની જયા બચ્ચન સાથે એક ફોટો શેર કર્યો છે, પરંતુ તેઓ ફોટોમાં નજર નથી આવી રહ્યા. ફોટોમાં અમિતાભ બચ્ચને પોતાને ફિઝૂલ ગણાવી જયાને બેટર હાફ ગણાવી છે.




અમિતાભે ટ્વિટર પર પોતાની અને જયાની બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં જયા બચ્ચન સાફ-સાફ નજર આવી રહ્યા છે પરંતુ અમિતાભ બચ્ચનો અડધો ભાગ જ નજર આવી રહ્યો છે, તેમનો ચહેરો નથી નજર આવી રહ્યો. હવે તમને વિચારશો કે કરવાચૌથના દિવસે અમિતાભે આવું કેમ કર્યું? તો એનો જવાબ પણ તેમણે ટ્વીટમાં આપ્યો છે.


આ પણ જુઓઃ સ્મિતા પાટીલના જન્મદિવસે જુઓ તેમની રૅર તસવીરો

ફોટો શેર કરતા અમિતાભે લખ્યું, મારી બેટર હાફ..જાહેર છે કે બાકીનો અડધો શખ્સ ફિઝૂલ છે એટલે દેખાતો નથી. આ અમિતાભ બચ્ચનનું આ ટ્વીટ કોઈ સીરિયસ ટ્વીટ નથી પણ ફની ટ્વીટ છે. ચાહકોને બિગ બીનું આ ટ્વીટ અને ફોટો બંને પસંદ આવી રહ્યા છે. લોકો તેમને કરવા ચૌથની શુભેચ્છા આપી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 12:47 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK