કમર્શિયલ ફિલ્મોનો મુખ્ય આધાર એની સ્ટોરી જ છે : આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનું માનવું છે કે કમર્શિયલ ફિલ્મો પૂરી રીતે એની સ્ટોરી પર આધાર રાખે છે. આલિયાની ‘કલંક’ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની છે. કમર્શિયલ ફિલ્મો વિશે આલિયાએ કહ્યું હતું કે ‘જો તમે ‘રાઝી’, ‘સ્ત્રી’ અને ‘બધાઈ હો’ જુઓ તો એ બધી નાના બજેટની ફિલ્મો છે. આ ફિલ્મોએ કમર્શિયલી ખૂબ સારો બિઝનેસ કર્યો છે. ખરું કહું તો કમર્શિયલ ફિલ્મો એની દમદાર સ્ટોરી પર આધાર રાખે છે અને એને જ બધા અનુસરે છે.’
પોતે એક જવાબદાર નાગરિક હોવાનું જણાવતાં આલિયાએ કહ્યું હતું કે ‘મેં હંમેશાં ભારતની એક જવાબદાર નાગરિક બનવાનો પ્રયાસ કર્યો છે. હું મોટી સ્ટાર હોઉં કે ન હોઉં, એનાથી કોઈ ફરક નથી પડતો. મારા મતે દરેકે જવાબદાર બનવું જોઈએ. હું જ એકલી શા માટે જવાબદાર બનું?’
ADVERTISEMENT
આ પણ વાંચો : બીચ પર બિકિનીમાં પ્રિયંકા ચોપરાનો આવો હતો હોટ અંદાજ
આલિયાને હાલમાં જ ‘રાઝી’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો. આ વિશે આલિયાએ કહ્યું હતું કે ‘આ તો માત્ર શરૂઆત છે. હજી તો ઘણું બધુ કરવાનું બાકી છે. આ વર્ષનો આરંભ સકારાત્મક રીતે થયો છે.’