'બાહુબલી' ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મમાં દેખાશે આલિયા ભટ્ટ

Mar 14, 2019, 18:05 IST

બાહુબલીના બે ભાગ મળીને લગભગ 2375 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે જેમાં બીજા ભાગની કમાણી 1725 કરોડ રૂપિયા રહી.

'બાહુબલી' ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મમાં દેખાશે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ દેખાશે RRRમાં

આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂરને અત્યારે એકબીજાની પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. શ્રદ્ધા અત્યારે બાહુબલી સ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ સાહોમાં કામ કરી રહી છે અને હવે આલિયા ભટ્ટનું પણ બાહુબલી સાથે કનેક્શન થવા જઈ રહ્યું છે.

Alia Bhatt

બાહુબલીના દિગ્દર્શક એસ. એસ. રાજમૌલીની ફિલ્મ રામા રાવણા રાજ્યમ્ (RRR) માટે આલિયા ભટ્ટને સાઈન કરવામાં આવી છે. આ વિશે સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ. આલિયા સાથે છેલ્લા કેટલાક સમયથી વાત થઈ રહી હતી અને ફાઈનલી આલિયાને સાઈન કરી લેવામાં આવી. આલિયા ભટ્ટની રાઝી અને ગલી બૉય જેવી ફિલ્મોથી સાઉથમાં પણ તેનો ફૅનબેઝ બની રહ્યો છે, ત્યારે બાહુબલીના મેકર્સ સાથે કામ કરવાની તક આલિયા ભટ્ટને મળી છે.

આલિયા ભટ્ટે પણ કર્યું ટ્વિટરાજામૌલી ડિરેક્ટેડ આ ફિલ્મ 300 કરોડના બજેટમાં બની રહી છે. RRR ફિલ્મ રામા રાવણા રાજ્યમ્ સાથે રાજામૌલી, રામચરરણ તેજા અને રામારાવ જુનિયરનું પણ શોર્ટ ફોર્મ છે. આ ફિલ્મને ડીવીવી દનયા પ્રૉડ્યુસ કરવાના છે. આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા હશે અને સ્ટોરી 1920ના સમયની રહેશે. આ ફિલ્મમાં અજય દેવગનનો પણ એક સ્પેશિયલ ડાન્સ નંબર હશે. તે માટે હૈદરાબાદમાં મોટા પાયા પર સેટ લગાવીને શૂટ કરવામાં આવશે. ફિલ્મનું તાજેતરમાં જ હૈદરાબાદમાં મૂહૂર્ત થયું અને આ અવસરે બાહુબલી સ્ટાર પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સિવાય સાઉથના કેટલાય ફિલ્મી દિગ્ગજો હાજર હતા. સાઉથ ઈન્ડિયન ફિલ્મોના લેજેન્ડ ચિરંજીવીએ મૂરત કર્યું.

આ પણ વાંચો : રાજામૌલીની અપકમિંગ ફિલ્મ 'RRR'માં દેખાશે અજય દેવગણ

તાજેતરમાં એસ એસ રાજમૌલીએ આ સ્પષ્ટ કરી દીધું હતું કે બાહુબલીનો ત્રીજો ભાગ નહીં બને. સ્ટોરી બે ભાગ પછી પૂરી થઈ ગઈ છે અને હવે આગળ કોઈ જ આશા નથી. જણાવીએ કે બાહુબલીએ ભારતીય સિનેમામાં કમાણી બાબતે કેટલાય રેકોર્ડ તોડી દીધા છે ફિલ્મના બન્ને ભાગે મળીને લગભગ 2375 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે જેમાંથી તેના બીજા ભાગની કમાણી 125 કરોડ રૂપિયા હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK