Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દેખાડો એ મારા પ્રોફેશનનો નાનકડો ભાગ છે : શ્રદ્ધા

દેખાડો એ મારા પ્રોફેશનનો નાનકડો ભાગ છે : શ્રદ્ધા

04 September, 2019 03:46 PM IST | મુંબઈ

દેખાડો એ મારા પ્રોફેશનનો નાનકડો ભાગ છે : શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર


શ્રદ્ધા કપૂરનું માનવું છે કે વાસ્તવિક જીવનમાં આડંબર કે દેખાડો તેનાં પ્રોફેશનનો એક નાનકડો ભાગ છે. તેની ‘છિછોરે’ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. દેખાડા વિશે જણાવતાં શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘આડંબર એ મારા પ્રોફેશનનો નજીવો ભાગ છે. જોકે ઍક્ટર્સની લાઇફમાં દેખાડો જ એક માત્ર વસ્તુ નથી. એથી મારા માટે આ સરળ બાબત છે. મને વિવિધ કલર્સ અને વિવિધ હેરસ્ટાઇલ્સ ગમે છે. મારી ફિલ્મનાં કૅરૅક્ટર્સની વાત હોય તો મારા માટે મેકઅપ ખૂબ મહત્વ ધરાવે છે.’

જોકે રિયલ લાઇફમાં શ્રદ્ધા લુકને મહત્વ નથી આપતી. આ સંદર્ભે શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘હું રિયલ લાઇફમાં કેવી દેખાવ છું એ મારા માટે ખાસ અગત્યનું નથી. એક સમય હતો જ્યારે મારા ચહેરા પર ખૂબ પિમ્પલ્સ હતાં, મારા વાળ પણ ખરાબ હતા અને વધારે પડતાં પ્રવાસને કારણે મારી સ્કીન પણ નિસ્તેજ દેખાતી હતી. આવા લુકમાં જ હું ઍરપોર્ટ પર ફોટો ક્લીક કરતી હતી અને એમાં મને કોઈ વાંધો નહોતો. આપણે બધા મનુષ્ય છીએ પ્લાસ્ટિક નથી એથી પિમ્પલ્સ તો કુદરતી આવવાનાં છે.’



આ પણ વાંચો : જાણો, બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસના પરિવારને


પોતાની આગામી ફિલ્મ ‘છિછોરે’નાં પાત્ર વિશે શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘મારા માટે આ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે કારણ કે હું બે જનરેશનનાં પાત્ર એમાં ભજવતી જોવા મળીશ. હું એક કૉલેજ સ્ટુડન્ટનું અને એક યંગ છોકરીની મમ્મીની ભૂમિકામાં જોવા મળવાની છું. એક જ ફિલ્મમાં બે જનરેશનનાં પાત્ર ભજવવા એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 03:46 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK