જિગ્ના વોરાના જીવનની ઘટનાઓ પર આધારિત સિરીઝ સ્કૂપની રિલીઝ બાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી. જિગ્ના વોરાનું માનવું છે કે લોકો અચાનક તેમના જીવનમાં, ખાસ કરીને અંગત જીવનમાં રસ લેવા લાગ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેમનો પુત્ર નિશીલ મહેતા પણ જોડાયો હતો. નિશીલે કહ્યું કે 12 વર્ષ સુધી તે અને તેના મમ્મી એકલા હતાં, પરંતુ હવે બધાને તેમની ચિંતા છે. એક પુત્ર તરીકે નિશિલ એ હકીકત વિશે પીડા અનુભવે છે કે તેના મમ્મીને `સ્ટ્રોંગ વુમન`ના ટૅગની ભારે કિંમત ચૂકવવી પડી હતી. જુઓ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ.