કોરોનાના વધતા કેરની વચ્ચે મુંબઈમાં સેટ ઊભો કરવો પડ્યો

‘ધ નાઇટ મૅનેજર’નું શૂટિંગ અધવચ્ચે છોડીને શ્રીલંકાથી ભાગવું પડ્યું હતું
‘ધ નાઇટ મૅનેજર’નું શૂટિંગ શ્રીલંકામાં અડધું કરીને પૂરી ટીમને પાછુ મુંબઈ આવવું પડ્યું હતું. એ વખતે કોરોનાની મહામારી ખૂબ ફેલાઈ હતી. વાત ૨૦૨૧ના ડિસેમ્બરની છે.
બાદમાં તેમણે ૧ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધીનું શૂટિંગ કર્યું હતું. બાદમાં મુંબઈ આવીને શ્રીલંકા જેવો સેટ ઊભો કર્યો હતો. સૌકોઈએ કોરોનાની ટેસ્ટ કરાવી અને રિપોર્ટ નેગેટિવ આવતા સાથે શ્રીલંકા ગયા હતા. આ વેબ-સિરીઝ ૧૭ ફેબ્રુઆરીએ ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળવાની છે. એમાં અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર પણ લીડ રોલમાં દેખાશે. આ સિરીઝને સંદીપ મોદીએ ડિરેક્ટ કરી છે. એને જોડાયેલી વાત જણાવતાં સંદીપ મોદીએ કહ્યું કે ‘આખી ટીમ શ્રીલંકામાં તેમની ફેવરિટ સીક્વન્સને શૂટ કરવા માટે ઉત્સુક હતી. જોકે સમસ્યા ઊભી થતાં અમારે તરત નિર્ણય લેવો પડ્યો હતો. અમે એક દિવસનું શૂટિંગ બંધ કર્યું હતું અને ફૂડનો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. અમે ભારતમાંથી ફ્લાઇટ દ્વારા ફૂડ મંગાવ્યું હતું. હું મારી ટીમની હેલ્થને લઈને ખૂબ ચિંતિત બની ગયો હતો અને ખાસ કરીને તો મારી પ્રેગ્નન્ટ વાઇફને લઈને. બધી વ્યવસ્થા કરવી ખૂબ અઘરી હતી. જોકે મને એ વાતની ખુશી છે કે એમાંથી અમે સારી રીતે બહાર નીકળી આવ્યા હતા.’