આ સિરીઝ પચીસ મેએ જીયો સિનેમા પર રિલીઝ થવાની છે

સાકિબ સલીમ
સાકિબ સલીમે જણાવ્યું છે કે તેની આગામી સિરીઝ ‘ક્રૅકડાઉન 2’ માટે તેણે ગન ફાયરિંગ અને MMAની ટ્રેઇનિંગ લીધી હતી. આ સિરીઝમાં તેની સાથે શ્રિયા પિળગાંવકર, ઇકબાલ ખાન, વલુશા ડિસોઝા અને અંકુર ભાટિયા પણ જોવા મળશે. આ સિરીઝમાં તે રૉ એજન્ટ રિયાઝ પઠાણના રોલમાં દેખાશે. આ સિરીઝ પચીસ મેએ જીયો સિનેમા પર રિલીઝ થવાની છે. પોતાના રોલ વિશે સાકિબ સલીમે કહ્યું કે ‘હું અતિશય આભારી છું કે મને રિયાઝ પઠાણના રોલને ડિજિટલ સ્ક્રીન પર દેખાડવાની તક મળી છે. બીજી સીઝન ટ્રેઇનિંગની દૃષ્ટિએ ખૂબ થકાવનારી હતી. સાથે જ રિયાઝ પઠાણની જર્નીને આ શોમાં દેખાડવા મારે એને ન્યાય આપવાની ખાતરી આપવાની હતી. ગન ફાયરિંગના ક્લાસિસથી માંડીને MMAની ટ્રેઇનિંગ લીધી હતી. અમારે અમારા રૉ એજન્ટને વાસ્તવિક દેખાડવાનો હતો. હું અતિશય ખુશ છું કે આ શો ભારતના સૌથી મોટા પ્લૅટફૉર્મ જીયો સિનેમા પર રિલીઝ થશે. સાથે જ રિયાઝને લઈને દર્શકોની પ્રતિક્રિયા જાણવા વિશે પણ આતુર છું.’