° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મે મને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે : સાકિબ સલીમ

14 October, 2021 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હું લોભી છું, મને કામની ઇચ્છા હોય છે. પછી ભલે તમે મને થિયેટર્સમાં, લૅપટૉપ કે પછી મોબાઇલની સ્ક્રીનમાં જુઓ, એ તમારી મરજી છે. હું તો માત્ર ઇન્ટરેસ્ટિંગ પાત્રો ભજવવા માટે મારી જાતને આગળ ધપાવતો રહું છું.

સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મે મને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે : સાકિબ સલીમ

સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મે મને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે : સાકિબ સલીમ

સાકિબ સલીમનું માનવુ છે કે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મે તેને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે. તેણે ૨૦૧૮માં ‘રંગબાઝ’ દ્વારા વેબ-સિરીઝમાં એન્ટ્રી કરી હતી. ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે સાકિબ સલીમે કહ્યું હતું કે ‘ઑવર-ધ-ટૉપ પ્લૅટફૉર્મે મને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે. ડિજિટલ પ્લૅટફૉર્મ્સના અસ્તિત્વના કારણે ઍક્ટર્સ હવે પહેલાં જે કરતા હતા એ જ માત્ર ઍક્ટિંગ કરી શકે છે. અમે ફરીથી અમારાં કૅરૅક્ટર્સ, ગ્રાફ્સ પર ધ્યાન આપી શકીએ છીએ. હું ઍક્ટર્સ કે અન્ય કોઈ પર પણ આરોપ નથી નાખી રહ્યો. જોકે જ્યારે આપણે પહેલાં માત્ર થિયેટર્સના ભરોસે જ બેઠા હતા ત્યારે શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ પર જ બધું નિર્ભર રહેતું હતું. ફિલ્મનું ઓપનિંગ શું હશે? શું મારી ફિલ્મ કમર્શિયલી પૂરતી રહેશે? શું હું લોકોનું ધ્યાન ખેંચવા માટે વધુ પ્રયાસ કરું? એ બધાની વચ્ચે તમે તમારું મૂળભુત કામ ઍક્ટિંગ ભૂલી જાઓ છો. ઓવર-ધ-ટૉપ પ્લૅટફૉર્મને કારણે હું મારી ઍક્ટિંગ પર વધુ ધ્યાન આપી શકું છું. જે પણ કૅરૅક્ટર્સ મારા ગજા બહારનાં હોય એના પર વધુ ધ્યાન આપવા મારા કમ્ફર્ટ ઝોનમાંથી હું બહાર આવું છું. આ સ્પેસને હું ખૂબ એન્જૉય કરું છું. મારી ફિલ્મ ‘83’ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. હું લોભી છું, મને કામની ઇચ્છા હોય છે. પછી ભલે તમે મને થિયેટર્સમાં, લૅપટૉપ કે પછી મોબાઇલની સ્ક્રીનમાં જુઓ, એ તમારી મરજી છે. હું તો માત્ર ઇન્ટરેસ્ટિંગ પાત્રો ભજવવા માટે મારી જાતને આગળ ધપાવતો રહું છું.’

14 October, 2021 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘કુંડલી ભાગ્ય’ના સંજયે ગર્લફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન

આ બન્ને બે વર્ષથી રિલેશનમાં હતાં

30 November, 2021 01:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

જાન્યુઆરીમાં લગ્ન કરશે મૌની રૉય?

તેના કહેવાતા બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ૨૭ જાન્યુઆરીએ લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે

30 November, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

KBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો

KBCને 1000 એપિસોડ પૂરા થવાના પ્રસંગે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદા KBC 13માં મહેમાન તરીકે પહોંચ્યા હતા.

29 November, 2021 05:24 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK