‘ધ બ્રિજ’ ૧૮૮ દેશમાં સ્ટ્રીમ થયો હતો
સ્વીડિશ શો ‘ધ બ્રિજ’ની રીમેકને પ્રોડ્યુસ કરશે સૈફ અલી ખાન
સૈફ અલી ખાન હવે સ્વીડિશ શો ‘ધ બ્રિજ’ની રીમેકને પ્રોડ્યુસ કરવાનો છે. તેનું પ્રોડક્શન હાઉસ બ્લૅક નાઇટ ફિલ્મ્સ અને બૅનિજયના એન્ડેમોલ શાઇન ઇન્ડિયા દ્વારા આ શોને અડૅપ્ટ કરવામાં આવશે. આ ઓરિજિનલ શોની સ્ટોરીની શરૂઆત બૉર્ડર પર મળેલી એક બૉડી પરથી થાય છે. આ બૉડી કોની છે અને શું છે એનું ઇન્વેસ્ટિગેશન બે દેશ સાથે મળીને કરે છે અને ક્રાઇમ સૉલ્વ કરે છે. ‘ધ બ્રિજ’ ૧૮૮ દેશમાં સ્ટ્રીમ થયો હતો. આ શોને હવે હિન્દીમાં બનાવવામાં આવશે. આ શોમાં કિમ બોડનિયા દ્વારા માર્ટિનનો જે રોલ ભજવવામાં આવ્યો હતો એને સૈફ અલી ખાન પોતે ભજવશે. આ શોમાં અન્ય લીડને પસંદ કરવાની હજી બાકી છે. આ શોમાં બૉર્ડર ઇન્ટરનૅશનલ બૉર્ડર દેખાડવામાં આવે કે પછી બે રાજ્ય વચ્ચેની બૉર્ડર દેખાડવામાં આવે એ નક્કી નથી. બે રાજ્ય વચ્ચેની બૉર્ડરના ચાન્સિસ વધુ દેખાઈ રહ્યા છે. આ શોને ૨૦૨૪ના બીજા ક્વૉર્ટરમાં રિલીઝ કરવામાં આવશે.

