આર્યા’ને એમી અવૉર્ડ્સ માટે પણ નૉમિનેટ કરવામાં આવી હતી
રામ માધવાણી
‘આર્યા’ના ડિરેક્ટર રામ માધવાણીએ ઇચ્છા વ્યક્ત કરી છે કે સિકંદર ખેરના પાત્ર ‘દોલત’ની સ્પિન-ઑફ બનાવવામાં આવી શકે છે. ‘આર્યા’ને એમી અવૉર્ડ્સ માટે પણ નૉમિનેટ કરવામાં આવી હતી. હાલમાં આ શોની ત્રીજી સીઝનનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં સુસ્મિતા સેન લીડ રોલમાં છે. આ બાબતમાં વાત કરતાં રામ માધવાણીએ કહ્યું કે ‘દોલતના પાત્રમાં સેન્સિટિવિટી, દુઃખ, વલ્નરેબિલિટી, ઇમોશન અને પસ્તાવો જોઈ શકાય છે. તેની આંખ પરથી આ દરેક ઇમોશન જોઈ શકાય છે. મારે ફક્ત બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક આપવાનું રહેશે અને એ સ્ક્રીન પર જોઈ શકાશે. દોલતમાં એક સમુરાઇ ક્વૉલિટી છે. ફ્રેન્ચ ફિલ્મો, હૉલીવુડની ફિલ્મો અને જૅપનીઝ ફિલ્મોમાં સમુરાઈ ક્વૉલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની બૉડી અને હાઇટ વધુ હોવા છતાં તે ખૂબ જ શાંત છે અને એ તેને સમુરાઇ જેવો બનાવે છે. મારે દોલત પર ફિલ્મ અથવા તો સિરીઝ બનાવવી છે. તેમ જ મારે સિકંદર સાથે સમુરાઈ જેવા પાત્રને લઈને એક કૉમેડી બનાવવી છે.’

