‘મિરર્ઝાપુર’માં ગુડ્ડુ ભૈયા ઉર્ફ અલી ફઝલના સસરાની ભૂમિકા ભજવી હતી

પ્રતીકાત્મક તસવીર
વૅબ સિરીઝ ‘મિર્ઝાપુર’ (Mirzapur) ફેમ અભિનેતા શાહનવાઝ પ્રધાન (Shahnawaz Pradhan)નું નિધન થયું છે. ‘મિર્ઝાપુર’માં `ગુડ્ડુ ભૈયા` એટલે કે અભિનેતા અલી ફઝલ (Ali Fazal)ના સસરાના પાત્ર દ્વારા ઘરઘરમાં જાણીતા બનેલા શાહનવાઝનું શુક્રવારે હાર્ટ એટેક આવતા અચાનક અવસાન થયું એટલે ચાહકોને ઝટકો લાગ્યો છે. બોલિવૂડ અને ટીવી સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
૫૬ વર્ષીય અભિનેતા શાહનવાઝ પ્રધાન એક એવોર્ડ ફંક્શનમાં ગયા હતા. જ્યાં તેમને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. આ પછી તરત જ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, હૉસ્પિટલમાં ડૉક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યા હતા.
શાહનવાઝના કો-એક્ટર રાજેશ તૈલંગ (Rajesh Tailang)એ સોશિયલ મીડિયા દ્વારા શાહનવાઝ પ્રધાનના નિધનની પુષ્ટિ કરી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને લખ્યું, ‘શાહનવાઝ ભાઈને અંતિમ સલામ!!! તમે કેવા અદ્ભુત માણસ હતા અને તમે કેટલા સારા અભિનેતા હતા. વિશ્વાસ નથી થતો કે ‘મિર્ઝાપુર’ દરમિયાન મેં તમારી સાથે કેટલો સુંદર સમય પસાર કર્યો.’
Shahnawaz bhai aakhiri salaam !!!
— Rajesh Tailang (@rajeshtailang) February 17, 2023
Kya gazab ke zaheen insaan aur kitne behatar adaakar the aap. Mirzapur ke dauran kitna sundar waqt guzara aapke saath, Yaqeen nahin ho raha ?#purushram #mirzapur pic.twitter.com/GviB4x53bj
આ પણ વાંચો - Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં
અભિનેતા શાહનવાઝ પ્રધાન મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયાના સસરાનું પાત્ર બનાવીને લોકપ્રિય બન્યા હતા. વાસ્તવમાં, તેમણે આ સિરીઝમાં શ્વેતા (ગોલુ) અને શ્રિયા પિલગાંવકર (Shriya Pilgaonkar) એટલે કે સ્વીટીના પિતા પરશુરામ ગુપ્તાની ભૂમિકા ભજવી હતી. જોકે શાહનવાઝ અગાઉ ૮૦ના દાયકાની ટીવી સિરિયલો દ્વારા પણ લોકપ્રિય થઈ ચૂક્યા હતા. આ સિવાય તે સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કેટરિના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ ‘ફેન્ટમ’ (Phantom) સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તાજેતરમાં જ તેમની ફિલ્મ ‘મિડ ડે મિલ’ (Mid Day Meeal) રિલીઝ થઈ છે. તે સિવાય ‘મિર્ઝાપુર’ સિઝન ૩નું પણ શૂઠિંગ થઈ ગયું છે.
આ પણ વાંચો - મિર્ઝાપુર-2 ફેમ રૉબિન ઉર્ફે પ્રિયાંશુ અને વંદના જોશીએ લગ્ન બાદ આપ્યું આ નિવેદન
શાહનવાઝ પ્રધાનના નિધનથી ફેન્સ અને બોલિવૂડ સેલેબ્ઝને મોટો ઝટકો લાગ્યો છે.