અલી ફઝલે ચોખવટ કરી છે કે તે હવે ‘ફુકરે 3’માં નહીં જોવા મળે. તેનું એમ કહેવું છે કે તેનાં અન્ય કમિટમેન્ટ્સને કારણે તેની પાસે સમય નથી.
અલી ફઝલ
અલી ફઝલે ચોખવટ કરી છે કે તે હવે ‘ફુકરે 3’માં નહીં જોવા મળે. તેનું એમ કહેવું છે કે તેનાં અન્ય કમિટમેન્ટ્સને કારણે તેની પાસે સમય નથી. તાજેતરમાં જ ‘ફુકરે 3’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. એમાં રિચા ચઢ્ઢા, પંકજ િત્રપાઠી, વરુણ શર્મા, પુલકિત સમ્રાટ અને મનોજત સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને મ્રિગદીપ સિંહ લામ્બા ડિરેક્ટ કરશે અને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મમાં નહીં જોવા મળે એ વિશે સ્પષ્ટીકરણ આપતાં અલી ફઝલે કહ્યું કે ‘ઝફર દેખાશે કે નહીં? બધા એ જ સવાલ વારંવાર કરે છે. સૉરી સાથીઓ, આ વખતે નહીં આવે. ઝફર ભાઈને ક્યારેક-ક્યારેક ગુડ્ડુ ભૈયા
બનવું પડે છે. એથી બે યુનિવર્સ એકબીજા પર ઓવરલૅપ થઈ જાય છે. એક
વખત ફુકરા બન્યો એ હંમેશાં ફુકરા જ રહે છે. હું ત્રીજી ફ્રૅન્ચાઇઝીમાં ફુકરાઝ, ભોલી અને પંડિતજી સાથે સ્ક્રીન પર નહીં જોવા મળું. મારે પણ એમાં કામ કરવુ હતું, પરંતુ સમય અને શેડ્યુલ્સને કારણે એ શક્ય નથી. હું ભવિષ્યમાં કદાચ તમારી અપેક્ષા કરતાં પણ કદાચ જલદી દેખાઈશ. તમને મનોરંજન આપવા ઝફર થોડા સમય બાદ પાછો આવશે.’