Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > કાજોલ સાથે કામ કરનારી આ અભિનેત્રીએ કર્યો આપઘાત, એકદમ ખરાબ હાલતમાં મળ્યો મૃતદેહ

કાજોલ સાથે કામ કરનારી આ અભિનેત્રીએ કર્યો આપઘાત, એકદમ ખરાબ હાલતમાં મળ્યો મૃતદેહ

10 June, 2024 03:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kajol’s ‘The Trial’ Costar Suicide:

અભીનેત્રી કાજોલ અને નૂર માલાબિકા દાસ (તસવીર સૌજન્ય સેલિબ્રિટી ઇનસ્ટાગ્રામ)

અભીનેત્રી કાજોલ અને નૂર માલાબિકા દાસ (તસવીર સૌજન્ય સેલિબ્રિટી ઇનસ્ટાગ્રામ)


બૉલિવુડ અભિનેત્રી કાજોલની પોપ્યુલર વેબ સિરીઝ `ધ ટ્રાયલ`ની (Kajol’s ‘The Trial’ Costar Suicide) કોસ્ટાર નૂર માલાબિકા દાસ છઠ્ઠી જૂને તેના મુંબઈના ઘરે મૃત હાલતમાં મળી આવી હત. એક અહેવાલ મુજબ, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે નૂર માલાબિકા દાસે આત્મહત્યા કરી છે અને આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. મિડ-ડેના અહેવાલ પ્રમાણે, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે નૂરના અંધેરી લોખંડવાલામાં આવેલા ફ્લેટની બહાર તેના પાડોશીઓએ એકદમ ખરાબ ગંધ આવતી હોવાની ન્ંધ્યુ નોંધ્યું અને તે બાદ તેમણે ઓશિવરા પોલીસને આ અંગે જાણ કરી માહિતી આપી હતી.

ઓશિવરા પોલીસે આ અંગે તરત જ ઘટના સ્થળે પહોંચી રિપોર્ટ દાખલ કરી અને તે બાદ નૂરના ફ્લેટનો દરવાજો તોડ્યો હતો. જ્યારે પોલીસ નૂરના (Kajol’s ‘The Trial’ Costar Suicide) ફ્લેટની અંદર પહોંચી ત્યારે તેમને નૂરનો મૃતદેહ મળી આવ્યો હતો. નૂરનો મૃતદેહ એકદમ વિઘટિત પરિસ્થિતિમાં પોલીસને મળી આવ્યો હતો. નૂરે તેના રૂમમાં સીલિંગ ફેન પર ગળે ફાંસો લઈને આપઘાત કર્યો હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. નૂરના મૃતદેહના પોસ્ટમાર્ટમ બાદ, પોલીસે નૂરના પરિવારનો સંપર્ક કર્યો પરંતુ નૂરના શરીરને હજી સુધી તેનો પરિવાર શહેરની બહાર હતા જેથી નૂરનું અંતિમ સંસ્કાર 9મી જૂને કરવામાં આવ્યું હતું. મિડ-ડેને એક અધિકારીએ જણાવ્યું, "અમે નૂરના પરિવાર સાથે વાત કરી હતી. તેઓ બે અઠવાડિયા પહેલા પોતાના વતન પરત ગયા હતા અને હવે આગળની તપાસ ચાલી રહી છે." 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Noor Malabika (@noormalabika1)


નૂર માલાબિકા દાસ મૂળ (Kajol’s ‘The Trial’ Costar Suicide) આસામની છે અને તેણે હિન્દીમાં અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે. નૂરે સિસ્કિયાં, વોકમન ઉપાય, અને ચરમસુખ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. અભિનેતા અલોકનાથ પાઠક, જે નૂરના નજીકના મિત્ર છે, તેમણે મિડ-ડેને જણાવ્યું, "હું આ વાતથી દુ:ખી છું. હું નૂરને વર્ષોથી ઓળખું છું અને તેની સાથે ઘણી ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે. છેલ્લા મહિને સુધી, તેનો પરિવાર તેના સાથે મુંબઈમાં રહેતો હતો. પરિવાર એક અઠવાડિયા પહેલા ગામે પાછો ગયો હતો. નૂર આ ફ્લેટમાં ભાડેથી રહેતી હતી."


નૂરની છેલ્લી ઇન્સ્ટાગ્રામ (Kajol’s ‘The Trial’ Costar Suicide) પોસ્ટમાં, તેણે લખ્યું હતું, "માત્ર એક જ ચહેરો છે અને તે છે @noormalabika1 જે અન્ય કોઈ સાથે મેળ ખાતું નથી અને મારે ક્યારેય દર્પણ જોવાની જરૂર નથી. મારી સુંદરતા તમારી પ્રતિબિંબ પ્રમાણે છે. મારું દર્પણ વિશ્વ છે ક્યારેક તે મીઠું, ક્યારેક તીખું, ક્યારેક મગજમું, ક્યારેક રમૂજી, ક્યારેક નટખટ, ક્યારેક આનંદી, ક્યારેક દયાળુ, ક્યારેક ઠંડુ, ક્યારેક આગ, ક્યારેક બાળસુલભ, ક્યારેક પરિપક્વ.. હંમેશા પલટતું રહે છે." જેથી હવે નૂર સાથે સંબંધિત દરેક લોકો સાથે પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને નૂરની આત્મહત્યા પાછળનું કારણ શોધવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK