૧૪ વર્ષ બાદ ફરીથી સંજય લીલા ભણસાલીના શો ‘હીરામંડી’ દ્વારા ઍક્ટિંગમાં કમબૅક કરી રહ્યો છે
ફરદીન ખાન
ફરદીન ખાને ૧૪ વર્ષ બાદ ઍક્ટિંગમાં કમબૅક કર્યું છે. તે સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી - ધ ડાયમન્ડ બાઝાર’માં વલી મોહમ્મદના રોલમાં દેખાવાનો છે. તેના કૅરૅક્ટરનું પોસ્ટર રિલીઝ થયું છે. ફરદીન છેલ્લે ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’માં જોવા મળ્યો હતો. તે અન્ય પ્રોજેક્ટ દ્વારા કમબૅક કરવાનો હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ તે હવે આ શો દ્વારા આવી રહ્યો છે. ‘હીરામંડી - ધ ડાયમન્ડ બાઝાર’માં શેખર સુમન પણ જોવા મળશે અને તે ઝુલ્ફીકારના રોલમાં દેખાશે. પહેલી મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થનારા આ શોમાં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, શર્મીન સેગલ, અદિતિ રાવ હૈદરી અને રિચા ચઢ્ઢા લીડ રોલમાં દેખાશે.

