Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Best Actor 2019 In Web Series: જાણો કોણ રહ્યું આ વર્ષે નંબર 1

Best Actor 2019 In Web Series: જાણો કોણ રહ્યું આ વર્ષે નંબર 1

22 January, 2020 01:41 PM IST | Mumbai Desk

Best Actor 2019 In Web Series: જાણો કોણ રહ્યું આ વર્ષે નંબર 1

Best Actor 2019 In Web Series: જાણો કોણ રહ્યું આ વર્ષે નંબર 1


વર્ષ 2019, બોલીવુડ અને વેબ સીરીઝનું જબરજસ્ત કૉમ્બિનેશન રહ્યું. આ વર્ષ ઘણાં મોટા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રૉડ્યૂસર ઓટીટી તરફ પોતાનું આગમી પગલું વધાર્યું. એક તરફ મનોજ વાજપેયીએ જ્યાં 'ધ ફેમિલી મેન' સાથે ડેબ્યૂ કર્યો, તો આ વેબ સીરીઝ સાથે રાઝ એન્ડ ડીકે પણ ડિજિટલ કન્ટેન્ટની દુનિયામાં આવે. તો, બીજી તરફ શાહરુખ ખાને પ્રૉડ્યૂસર તરીકે 'બૉર્ડ ઑફ બ્લડ' બનાવ્યું. આના દ્વારા ઇમરાન હાશમીએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો. હવે, વર્ષના અંતે સવાલ એ છે કે કયા બોલીવુડ એક્ટર્સ ઓટીટીમાં પણ ટૉપ પર રહ્યા.

આ સવાલનો જવાબ જાણવા માટે કેટલીક રિસર્ચ કરવામાં આવી. દર્શકોને પૂછવામાં આવ્યું કે 2019માં આવેલી વેબ સીરીઝમાં કયા બોલીવુડ એક્ટરે તમને સૌથી વધારે પ્રભાવિત કર્યા? તેમના વોટ્સના આધારે જે ટૉપ-5ની લિસ્ટ બની છે, તે અમે તમારી સાથે શૅર કરી રહ્યા છીએ.



1. મનોજ વાજપેયી
મનોજ વાજપેયીએ આ વર્ષે 'ધ ફેમિલી મેન' દ્વારા ડિજિટલ ડેબ્યૂ કર્યો. આ સ્પાઇ શ્રીકાંત તિવારીની ભૂમિકામાં દેખાયો. આ વેબ સીરીઝમાં તેમના કૉમન મેનની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી. આ પાત્ર માટે તેને 63.7 ટકા વૉટ્સ મળ્યા. આ તે બોલીવુડ બેસ્ટ એક્ટર (વેબ સીરીઝ) 2019ની લિસ્ટમાં ટૉપ પર રહ્યો.


2. સૈફ અલી ખાન
સૈફ અલી ખાને એકવાર ફરી ઓટીટીમાં પોતાનો જલવો વિખેર્યો. વર્ષ 2019માં નેટફ્લિક્સની ફ્લેગશિપ વેબ સીરીઝ 'સેક્રેડ ગેમ્સ'ની બીજી સીઝન આવી. આ સીઝનમાં એકવાર ફરી સૈફ અલી પૉઝિટીવ રોલમાં દેખાયો. સરતાજ સિંહના આ રોલ માટે તેને 12 ટકા વોટ્સ મળ્યા. આ રીતે તે લિસ્ટમાં બીજા સ્થાન પર રહ્યો.

3. ઇમરાન હાશમી
ઇમરાન હાશમીએ વર્ષ 2019માં પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો. આ માટે તેને રેડ ચિલીઝ પ્રૉડક્શન હાઉસ હેઠળ બનેલી વેબ સીરીઝ 'બૉર્ડ ઑફ બ્લડ'ની પસંદગી કરી. આ વેબ સીરીઝ દ્વારા શાહરુખ ખાને પ્રૉડ્યુસર તરીકે ડેબ્યૂ કર્યો. ઇમરાન હાશમીએ સીરીઝમાં સ્પાઇનું પાત્ર ભજવ્યું. આ માટે તેને 6.7 ટકા વોટ મળ્યા અને તે ત્રીજા સ્થાને છે.


4. વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉયની મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ 'ઇનસાઇડ એજ'ની બીજી સીઝન આ વર્ષના અંતે રિલીઝ થઈ. આને ફરહાન અખ્તરે પ્રૉડ્યુસ કરી છે. એમેઝોનની આ વેબ સીરીઝને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવી. વિવેકે વિક્રાન્તનું પાત્ર ભજવ્યું, જેની માટે તેને 6.2 ટકા વોટ મળ્યા. તે બોલીવુડ બેસ્ટ એક્ટર (વેબ સીરીઝ) 2019ની લિસ્ટમાં ચોથા નંબરે છે.

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

5. વિક્રાન્ત મેસી
'મિર્ઝાપુર'થી પોતાની ઓળખ બનાવનારા વિક્રાન્ત મેસી આ વખતે 'ક્રિમિનલ જસ્ટિસ'માં દેખાયા. આ વેબ સીરીઝમાં તેણે એક કેદીનું પાત્ર ભજવ્યું. હૉટસ્ટારની આ વેબ સીરીઝને તિગ્માંશૂ ધુલિયાએ ડાયરેક્ટ કરી હતી. 'ક્રિમિનલ જસ્ટિસ'માં જબરજસ્ત એક્ટિંગ માટે વિક્રાન્ત મેસીને 4.9 ટકા વોટ્સ મળ્યા, આની સાથે જ તે બેસ્ટ એક્ટર (વેબ સીરીઝ)ની લિસ્ટમાં પાંચમાં સ્થાને છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK