° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


કૉમેડી કરતાં વધુ શું પસંદ છે કપિલ શર્માને?

25 January, 2022 01:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું જ્યારે જીવનમાં ઉતાર-ચડાવમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાનું નક્કી કર્યું હતું. એમાં પણ સૌથી પહેલો ફેંસલો તેની સાથે લગ્ન કરવાનો હતો. આજે હું નસીબદાર છું કે મારી પાસે બે બાળકો છે.’

કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્માએ જણાવ્યું છે કે એવી કઈ વસ્તુ છે જે તેને કૉમેડી કરતાં પણ વધુ પસંદ છે. તેનું કહેવું છે કે તેને તેની વાઇફ ગિની ચતરથ વધુ પસંદ છે. આ બન્નેએ ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી અને એક દીકરો છે. કપિલની લાઇફનાં વિવિધ પાસાંઓ દેખાડતો શો ‘કપિલ શર્માઃ આઇ ઍમ નૉટ ડન યટ’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૮ જાન્યુઆરીએ આવવાનો છે. ગિની સાથેના પોતાના શરૂઆતના દિવસો વિશે કપિલે કહ્યું કે ‘ગિની જલંધરની ગર્લ્સ કૉલેજમાં હતી અને તે મારાથી ૩-૪ વર્ષ નાની હતી. હું PG ડિપ્લોમા કમર્શિયલ આર્ટ્સમાં ભણી રહ્યો હતો. એ વખતે મને પૈસાની ખૂબ જરૂર હતી. હું હંમેશાં થિયેટર્સમાં ભાગ લેતો હતો અને અન્ય કૉલેજમાં જતો હતો. ગિની સ્ટુડન્ટ હતી અને તે ખૂબ કુશળ હતી. તે અભિનય અને સ્કિટ્સમાં માહેર હતી. મેં તેને મારી અસિસ્ટન્ટ બનાવી દીધી હતી. તે સારા પરિવારમાંથી આવતી હતી. મને આજે પણ યાદ છે કે તે દરરોજ આલિશાન કારમાં કૉલેજમાં આવતી હતી અને હું મારું સ્કૂટર ચલાવતો હતો.’
ગિની સાથે રિલેશન જામશે એની તેને કલ્પના નહોતી. એ વિશે કપિલે કહ્યું કે ‘તેણે જ પ્રેમનો એકરાર પહેલાં કર્યો હતો. જોકે અમારા બન્ને વચ્ચે આર્થિક અંતર હોવાથી મને હંમેશાં શંકા જતી હતી કે કંઈ પણ થઈ શકે છે. મારા એક ફ્રેન્ડે પણ મને જણાવ્યું હતું કે ગિનીને હું ગમું છું, પરંતુ એ વાતને મેં વધુ સિરિયસલી લીધી નહીં. મેં કદી પણ વિચાર્યું નહોતું કે અમારી વચ્ચે કંઈ સંબંધો જામી શકશે. જોકે ભગવાન ખૂબ દયાળુ છે અને હું લકી છું કે મારાં લગ્ન તેની સાથે થયાં છે. હું જ્યારે જીવનમાં ઉતાર-ચડાવમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાનું નક્કી કર્યું હતું. એમાં પણ સૌથી પહેલો ફેંસલો તેની સાથે લગ્ન કરવાનો હતો. આજે હું નસીબદાર છું કે મારી પાસે બે બાળકો છે.’

25 January, 2022 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

તારક મહેતા છોડવાના અહેવાલો વચ્ચે શૈલેષ લોઢાની પોસ્ટ, કર્યો કટાક્ષ

શૈલેષ લોઢાએ ઈન્સ્ટા પર એક ક્રિપ્ટિક પોસ્ટ લખી છે

18 May, 2022 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

મારા નવા ઘરને રીમૉડલ કરવા માટે મેં ઘણાં આર્કિટેક્ચરલ મૅગેઝિનનો સહારો લીધો છે

શ્રદ્ધા આર્યએ હાલમાં જ નવું ઘર લીધું છે અને એને રીમૉડલ કરવા માટે તેણે ઘણાં આર્કિટેક્ચરલ મૅગેઝિનનો સહારો લીધો છે.

18 May, 2022 01:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

દરેક દીકરાની જેમ હું પણ મારી મમ્મીથી ખૂબ ક્લોઝ છું : શબ્બીર અહલુવાલિયા

શબ્બીર અહલુવાલિયાનું કહેવું છે કે તે પણ અન્યોની જેમ તેની મમ્મીથી ખૂબ જ ક્લોઝ છે. તે હાલમાં ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં કામ કરી રહ્યો છે.

18 May, 2022 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK