° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


ચેતન ભગતને જડબાતોડ જવાબ આપ્યો ઉર્ફી જાવેદે

28 November, 2022 01:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉર્ફી જાવેદ તેની ફેશન-સેન્સને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે

ઉર્ફી જાવેદ અને ચેતન ભગત

ઉર્ફી જાવેદ અને ચેતન ભગત

ફિલ્મમેકર ચેતન ભગતે કરેલી કમેન્ટને લઈને ઉર્ફી જાવેદે તેને સણસણતો જવાબ આપ્યો છે. ઉર્ફી જાવેદ તેની ફેશન-સેન્સને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં ચેતન ભગતે લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી હતી એ દરમ્યાન તેણે જણાવ્યું હતું કે ઉર્ફી યુવાઓનું ધ્યાન ભટકાવે છે. એ વિશે ચેતન ભગતે કહ્યું કે ‘યુવાઓ માટે ફોન એ ભટકાવવાનું મુખ્ય માધ્યમ છે, ખાસ કરીને છોકરાઓને. તેઓ ઇન્સ્ટાગ્રામ રીલ્સને જોવામાં કલાકો બગાડી નાખે છે. હાલમાં બધાને ખબર છે કે ઉર્ફી જાવેદ કોણ છે. આપણા દેશની સુરક્ષામાં જવાનો ખડેપગે સીમા પર ઊભા રહે છે અને આપણા યુવાનો ઉર્ફી જાવેદના ફોટો જોવામાં વ્યસ્ત છે.’

ચેતન ભગતનું નામ #MeeTooમાં પણ સંડોવાયેલુ હતું. તો તેમને જડબાતોડ જવાબ આપવામાં ઉર્ફીએ પણ મોડું નહોતું કર્યું. ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરીને ઉર્ફીએ કૅપ્શન આપી હતી, ‘તેમના જેવા પુરુષો પોતાની ખામીનો સ્વીકાર કરવાને બદલે હંમેશાં મહિલાઓને જ દોષ દે છે. હંમેશાં છોકરીની જ ભૂલ નથી હોતી અથવા તો છોકરી શું પહેરે છે એને દોષ ન આપી શકાય. નાહક મને વિવાદમાં ન ઘસડો. મારાં કપડાં યુવાનોને ગેરમાર્ગે દોરે છે એવું તમારું કહેવું અયોગ્ય છે. છોકરીઓને ખરાબ મેસેજ મોકલવા એ શું સારી બાબત છે? મને એ સમજ નથી પડતી કે લિટરેચર ફેસ્ટિવલમાં મારા નામનો ઉલ્લેખ કરવાની જરૂર શું છે?’

28 November, 2022 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

Shark Tank India: કૉન્ટેસ્ટન્ટના બિઝનેસ આઇડિયા સાંભળી શાર્કે આપ્યો બ્લેંક ચેક

સિઝન 1 માં ‘બ્લૂપાઇન ઇન્ડસ્ટ્રી’ (BluePine Industries) નામની કંપનીને ‘ફ્રોઝન મોમોસના’ બિઝનેસ આઇડિયા માટે રૂપિયા 75 લાખની ડીલ 16 ટકા ઇક્વિટી માટે મળી હતી જે સિઝન 1 ની સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ ડીલ હતી.

27 January, 2023 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

TMKOC: બાવરીની એવી તો કંઈ વાત છે જે બાધાને બહુ ગમે છે? તેણે જાતે જ કર્યો ખુલાસો

શૉમાં નવીના વાડેકરની એન્ટ્રી બાદ રીલ લાઈફ કપલ બઘા-બાવરીએ તારક મહેતાના સેટ પર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી

27 January, 2023 03:11 IST | Mumbai | Karan Negandhi
ટેલિવિઝન સમાચાર

TMKOCના એક્સ ડિરેક્ટર માલવ રાજદાએ શરૂ કર્યો નવો શૉ, શૅર કર્યો પ્રોમો

થોડા દિવસો પહેલાં માલવ રાજદાએ કહ્યું હતું કે તેમણે તારક મહેતા શૉને અલવિદા કહી દીધું હતું અને હવે તેણે તેના નવા શૉની જાહેરાત કરી છે

26 January, 2023 01:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK