Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કાર છે કે પછી વૉર્ડરોબ?

કાર છે કે પછી વૉર્ડરોબ?

18 June, 2021 11:44 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ક્યૂં રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી’ની મમ્મી શુભાની ગાડીમાં કાયમ માટે ૧૩ જોડી જૂતાં હોય અને ૧૫ જોડી આઉટફિટ્સ પડ્યા જ હોય

નેહા મર્દા

નેહા મર્દા


ઝીટીવીના પ્રાઇમ શો ‘ક્યૂં રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી’માં શુભ્રાનું લીડ કૅરૅક્ટર કરતી નેહા મર્દાની ગાડી તમે ક્યારેય પણ જુઓ તો એમાં તમને તેર જોડી જૂતાં અને પંદર જોડી આઉટફિટ્સ મળે જ મળે. નેહા કહે છે, ‘પહેલાં ક્યારેય મને કારનો આટલો શોખ નહોતો પણ જે સમયથી હું આ બધું સાથે રાખતી

થઈ એ સમયથી કાર મારી એવી ફેવરિટ થઈ ગઈ છે. હું મૅક્સિમમ કારમાં જ હોઉં છું. મારી કારના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં હંમેશાં ત્રણ બૅગ હોય જેમાં ૧૩ જોડી શૂ-પેર અને મારા પસંદગીના પંદર આઉટફિટ્સ હોય છે. સેટથી હું સીધા બહારનાં કામો પૂરાં કરતી હોઉં છું એટલે મારે જ્યાં જવાનું હોય એની જરૂરિયાત મુજબનું બધું એમાં પડ્યું હોય. તમે માનશો નહીં પણ એક નાઇટ ડ્રેસ પણ એમાં હોય.’



નેહાની કારમાં આ ચીજવસ્તુઓ ઉપરાંત કુશન, ઇયરપૉડ્સ, પરફ્યુમ પણ હોય. નેહા કહે છે, ‘તમે એમ કહી શકો કે મારી પાસે ઘર ન હોય તો મારા આઠ-દસ દિવસો તો આરામથી મારી કારમાં જ નીકળી જાય.’


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 11:44 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK