આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.
માહી વિજ
ટેલિવિઝન ઍક્ટ્રેસ માહી વિજને કોરોના થયો છે અને પોતાનાં બાળકોથી દૂર હોવાથી તે ખૂબ હતાશ થઈ છે. માહી ‘ખતરોં કે ખિલાડી 7’, ‘ઝલક દિખલા જા 4’ અને ‘નચ બલિયે 5’માં જોવા મળી હતી. પોતાને કોવિડ થયો હોવાની માહિતી માહીએ એક વિડિયો શૅર કરીને આપી છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયોમાં માહી કહી રહી છે કે ‘હું કોવિડ પૉઝિટિવ થઈ છું. ચાર દિવસ અગાઉ મારી ટેસ્ટનો રિપોર્ટ આવ્યો છે. મને તાવ અને એના જેવાં લક્ષણો જાણમાં આવ્યાં તો મેં ટેસ્ટ કરાવી હતી. મને લોકો કહેતા હતા કે ટેસ્ટ ન કરાવ. આ તો સામાન્ય ફ્લુ છે. જોકે હું સલામતી ખાતર ટેસ્ટ કરાવવા માગતી હતી, કેમ કે ઘરમાં બાળકો છે. અગાઉના કોવિડ કરતાં આ વખતનો કોવિડ ખૂબ ભયંકર છે. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. કોવિડ તરફ દુર્લક્ષ ન કરો. આપણી બેદરકારીને કારણે આપણા પેરન્ટ્સ કે પછી બાળકોને તકલીફ ન થવી જોઈએ. હું મારાં બાળકોથી દૂર છું. વિડિયોમાં મારી દીકરીને જોઈને પણ રડવાનું આવે છે. ખુશી કહે છે કે મમ્મા આ ઍમ મિસિંગ યુ. એ ખરેખર દુ:ખદાયક છે. તમારું પોતાનું ધ્યાન રાખો.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માહીએ કૅપ્શન આપી હતી, ‘હું કોવિડ પૉઝિટિવ છું. મારાં બાળકોથી દૂર રહેવું પીડાદાયક છે. મારી દીકરી મારા માટે રડી રહી છે. તમારી કાળજી રાખો. એને અવગણતા નહીં. આ વખતનો કોવિડ ખતરનાક છે. મારી સ્પીડી રિકવરી માટે પ્રાર્થના કરો.’


