ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: ‘મને માખીની જેમ ફેંકી દીધી’ હવે રીટા રિપોર્ટરે કર્યા મેકર્સ પર આકાર પ્રહાર

TMKOC: ‘મને માખીની જેમ ફેંકી દીધી’ હવે રીટા રિપોર્ટરે કર્યા મેકર્સ પર આકાર પ્રહાર

22 May, 2023 02:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયા આહુજાએ શૅર કર્યું હતું કે ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા બાદ, અસિત મોદી અને ટીમનું વર્તન તેના પ્રત્યે બદલાઈ ગયું હતું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

આ દિવસોમાં ટીવી શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. અસિત મોદી (Asit Kumarr Modi)નો શૉ નકારાત્મક કારણોસર હેડલાઇન્સ બનાવી રહ્યો છે. તેની શરૂઆત જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry)એ લગાવેલા આરોપથી થઈ હતી, જેમણે આ શૉમાં રોશન સોઢીની ભૂમિકા ભજવી હતી. તેમણે નિર્માતાઓ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.

તેમણે મેકર્સ વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો હોવાના અહેવાલ છે. બાદમાં શૉમાં બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદૌરિયાએ પણ દાવો કર્યો હતો કે અસિત મોદીએ તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. હવે આ શૉમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજા (Priya Ahuja)એ આ વિશે વાત કરી છે.

પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટરે કાઢ્યો બળાપો


ઇ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં, પ્રિયા આહુજાએ શૅર કર્યું હતું કે ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા બાદ, અસિત મોદી અને ટીમનું વર્તન તેના પ્રત્યે બદલાઈ ગયું હતું. તેણીએ દાવો કર્યો હતો કે તેણી સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હતું અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો માનસિક સતામણીમાંથી પસાર થયા હતા.

અસિત મોદીએ મેસેજનો જવાબ ન આપ્યો


પ્રિયાએ વધુમાં જણાવ્યું હતું કે, માલવ સાથે લગ્ન કર્યા પછી શૉમાં તેનો ટ્રેક ઓછો થઈ ગયો હતો અને તેણે શૉ છોડ્યા પછી તેને તેના ટ્રેક વિશે કંઈ જ ખબર નહોતી. પ્રિયાએ ખુલાસો કર્યો કે તેણીએ અસિત મોદીને શૉમાં તેના ટ્રેક વિશે પૂછવા માટે ઘણી વાર મેસેજ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. અભિનેત્રીએ કહ્યું કે તેણીએ સોહિલ રામાણીને પણ તેની ભૂમિકા અંગે સ્પષ્ટતા મેળવવા માટે મેસેજ મોકલ્યો હતો, પરંતુ પ્રયાસ વ્યર્થ ગયો.

આ પણ વાંચો: Celeb Health Talk: આજે વાંચો પ્રિયા આહૂજા વિશે, કેવી રીતે રાખે છે તેઓ પોતાને ફિટ

માખીની જેમ ફેંકી દેવામાં આવી

અભિનેત્રીએ આગળ કહ્યું કે, “તમે મને 9 મહિના સુધી શૉમાં બોલાવી ન હતી, કારણ કે માલવ સાથેનો તમારો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો અને તે પછી તમે મને માખીની જેમ બહાર ફેંકી દીધી હતી.” પ્રિયાએ દાવો કર્યો કે તેને એવું સાંભળવા મળ્યું હતું કે માલવ કમાય છે તો તેણે શા માટે કામ કરવું પડે છે. પ્રિયા આહુજા અપમાનિત અનુભવે છે કારણ કે 14 વર્ષ સુધી શૉમાં કામ કરવા છતાં, તેણીને તેના ટ્રેક અંગે કોઈપણ નિર્માતાઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

22 May, 2023 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK