‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીનો રોલ કરનાર મોનિકા ભદોરિયાએ શક્યતા વ્યક્ત કરી છે કે આ શોમાં દયાનો રોલ કરનાર દિશા વાકાણી સાથે પણ શોના મેકર અસિત મોદીએ ખરાબ વર્તન કર્યું હશે
ફાઇલ તસવીર
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીનો રોલ કરનાર મોનિકા ભદોરિયાએ શક્યતા વ્યક્ત કરી છે કે આ શોમાં દયાનો રોલ કરનાર દિશા વાકાણી સાથે પણ શોના મેકર અસિત મોદીએ ખરાબ વર્તન કર્યું હશે. દિશા આ શોની લીડ હતી અને આ સિરિયલ છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે. આમ છતાં તેને શોમાં પાછી લાવવાના પૂરા પ્રયાસ કરવામાં આવે છે. જોકે તેના તરફથી હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો. મોનિકાએ ઘણા વખત પહેલાં આ શો છોડી દીધો છે અને તેનું માનવું છે કે આવનારા સમયમાં અન્ય કલાકારો પણ આ શો છોડી દેશે. દિશા વાકાણી વિશે મોનિકાએ કહ્યું કે ‘દિશા આ શોમાં પાછી નથી આવવા માગતી. તે આ શોની લીડ ઍક્ટ્રેસ હતી. તે ઘણા વખતથી શોમાંથી ગાયબ છે. તમને નથી લાગતું કે તેમણે તેને પાછી લાવવાના પ્રયાસ નહીં કર્યા હોય? જોકે તે પોતે જ આવવા નથી માગતી. અસિત કુમાર મોદી બધા સાથે ખરાબ વર્તન કરે છે. તેની સાથે પણ તેણે ખરાબ વ્યવહાર કર્યો હશે. જોકે તેણે એને ગંભીરતાથી નથી લીધું. તે હંમેશાં જતું કરવામાં માને છે. તેણે વિચાર્યું હશે કે છોડો કોઈ બાત નહીં, જાને દો, વગેરે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)