આ શોનો સૌથી મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. કારણ કે પોપલાલના લગ્ન થવાના છે.
ફાઇલ તસવીર. ફોટો સૌજન્ય : PR
ભારતીય ટીવીની સૌથી લાંબી ચાલતી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર લોકોના દિલની નજીક છે. છેલ્લાં ૧૩ વર્ષથી આ શો લોકોને હસાવી રહ્યો છે. આ સિરિયલમાં એક ખાસ પાત્ર ‘પત્રકાર પોપટલાલ’ છે, જે લગ્ન માટે તલપાપડ છે. હવે આ શોનો સૌથી મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. કારણ કે પોપલાલના લગ્ન થવાના છે.
હા! તમે બરાબર વાંચ્યું હવે એક એવો વિડિયો સામે આવ્યો છે જે જોઈને લાગે છે કે પોપટલાલના જીવનમાં કોઈ છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે, જે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. ખરેખર તાજેતરમાં જ શોની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળી હતી. આ શો જોઈને આ છોકરી પોપટથી ઈમ્પ્રેસ થઈ ગઈ છે. જુઓ વિડિયો...
ADVERTISEMENT
View this post on Instagram
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોપટલાલની રાશિએ લગ્નની સંભાવના વિશે લખ્યું છે, જે વાંચીને તે ખુશ થઈ જાય છે. ત્યાર બાદ તે ગોકુલધામ સોસાયટીના કેમ્પસમાં ચાલી રહ્યો હતો ત્યારે પાછળથી એક છોકરીએ અવાજ આપ્યો હતો. તે કહે છે કે તે તેના માતા-પિતા સાથે લગ્નની વાત કરવા આવી છે. તેથી હવે એવું લાગે છે કે કદાચ નવા ટ્વિસ્ટ સાથે શોમાં નવી એન્ટ્રી થવાની છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ સોની સબ ચેનલ પર પ્રસારિત થતો લોકપ્રિય શો છે, જે જુલાઈ 2008માં શરૂ થયો હતો અને ત્યારથી તે ટેલિવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શો સાપ્તાહિક કોલમ ‘દુનિયાને ઊંધા ચશ્મા’ પર આધારિત છે.

