રેક્રીએશન ગ્રાઉન્ડની રિઝર્વ્ડ જમીનનું ટાઇટલ બદલવામાં આવ્યું : હવે એક માળને બદલે બહુમાળી ઇમારત ચણવાનો માર્ગ મોકળો થયો
નરીમાન પૉઇન્ટ પર આવેલી BJPની ઑફિસ.
રાજ્ય સરકારે નરીમાન પૉઇન્ટ પર મોકાની જગ્યાએ આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઑફિસના પ્લૉટની લીઝ ૩૦ વર્ષ વધારી આપી છે. હવે એ એક માળ ધરાવતી ઑફિસને તોડીને નવું બહુમાળી ઑફિસ-બિલ્ડિંગ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. વળી આ લીઝ ડેવલપમેન્ટ કન્ટ્રોલ ઍન્ડ પ્રમોશનલ રૂલ્સ (DCPR) 2034ને ફૉલો કરશે.
નરીમાન પૉઇન્ટના નેહરુ ગાર્ડનમાં ૨૬૮૨ સ્ક્વેર મીટરના પ્લૉટ પર BJPની આ ઑફિસ છે. વળી એની બરાબર સામે રાજ્ય સરકારનું સચિવાલય છે. બુધવારે રાજ્ય સરકારના જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે આ બાબતે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) પાસ કરતાં ફરી પાછું આ મુદ્દે લોકોનું ધ્યાન ખેંચાયું છે.
ADVERTISEMENT
આ વિસ્તારમાં અન્ય રેસિડેન્શિયલ મકાનો છે અને નરીમાન પૉઇન્ટ-ચર્ચગેટ સિટિઝન્સ અસોસિએશન આ રેક્રીએશન ગ્રાઉન્ડનો પ્લૉટ ખાલી કરવા ઘણા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. મૂળે ૧૯૬૧ના ડેવલપમેન્ટ પ્લાન મુજબ આ પ્લૉટ રેક્રીએશન ગ્રાઉન્ડ તરીકે નોંધાયો હતો. ૧૯૯૧ના ડેવલપમેન્ટ પ્લાનમાં પણ એવી જ નોંધ કરવામાં આવી હતી. નેહરુ ગાર્ડનનો પ્લૉટ ૬૦૩૯ સ્ક્વેર મીટરનો હતો. એમાં વર્ષો પહેલાં મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MTDC)ની ઑફિસ ઊભી કરી દેવામાં આવી હતી. એ ઉપરાંત સરકારી એમ્પ્લૉયમેન્ટ બ્યુરોની ઑફિસ પણ ત્યાં જ હતી. એ પછી BJPની ઑફિસ ઊભી કરવામાં આવી હતી. એ વખતે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું.
૨૦૧૮માં રાજ્ય સરકારે એ પ્લૉટને રેક્રીએશન ગ્રાઉન્ડમાંથી ફેરવીને રેસિડેન્શિયલ ઍન્ડ કમર્શિયલ કર્યો હતો. એ વખતે નરીમાન પૉઇન્ટ-ચર્ચગેટ સિટિઝન્સ અસોસિએશને એનો જોરદાર વિરોધ કરતાં ફરી પાછો જ્યારે DCPR 2034 તૈયાર કરાયો ત્યારે એ રેક્રીએશનલ ગ્રાઉન્ડ RG+ કરવામાં આવ્યો હતો. આમ એમાં છટકબારી રાખવામાં આવી હતી જેના અંતર્ગત ૫૦ ટકા પ્લૉટ પર ગાર્ડન અને બાકીની ૫૦ ટકા જમીન રેસિડેન્શિયલ અને કમર્શિયલ વપરાશ માટે રાખવામાં આવી હતી. એથી અસોસિએશને ફરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે BJPની ઑફિસ સિવાયનાં બાકીનાં બીજાં બધાં જ સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યાં હતાં.
વાશીમાં પહલગામ અટૅકનો નિષેધ

મુંબઈના કાશ્મીરી પંડિત અસોસિએશનના સભ્યો અને જમ્મુ-કાશ્મીર ડોગરા સમાજે મળીને ગઈ કાલે વાશીના છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો હતો.


