Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દેવીયોં ઔર સજ્જ્નો...

દેવીયોં ઔર સજ્જ્નો...

07 May, 2021 01:48 PM IST | Mumbai
Nirali Dave

કેબીસીની ૧૩મી સીઝન આવી રહી છે બિગ બી સામેની હૉટ સીટ માટે સ્પર્ધકોએ કેટલા કોઠા ભેદવા પડશે?

દેવીયોં ઔર સજ્જ્નો...

દેવીયોં ઔર સજ્જ્નો...


ફરી એક વખત માઇન્ડ ગેમના ચાહકોને સાંભળવા મળશે, ‘દેવીયોં ઔર સજ્જનો... મેં હૂં અમિતાભ બચ્ચન ઔર આપ કા સ્વાગત હૈ ‘કૌન બનેગા કરોડપતિ મેં!’ જી હાં, અમિતાભ બચ્ચન જેના હોસ્ટ છે એ જાણીતો શો ‘કૌન બનેગા કરોડપતિ’ ફરી આવી ગયો છે. કોરોનાકાળમાં કેબીસીની ૧૩મી સીઝનનું રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે.
સોની ટીવીએ શૅર કરેલા પ્રોમોમાં અમિતાભ બચ્ચન લોકોને સપનાં પૂરાં કરવા આમંત્રણ આપે છે અને રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે એમ જણાવે છે. તેઓ કહે છે, ‘તમારા અને તમારાં સપનાંઓ વચ્ચેનું અંતર કેટલું છે? એક પ્રયત્ન જેટલું. તો સપનું સાકાર કરવા ફોન ઉઠાવો અને કેબીસી ૧૩માં રજિસ્ટ્રેશન કરો.’ ૨૦૦૦ના વર્ષથી શરૂ થયેલા કેબીસીની ૧૩મી સીઝનનું રજિસ્ટ્રેશન ૧૦ મેથી શરૂ થશે. રજિસ્ટ્રેશન કરનારાઓમાંથી શૉર્ટલિસ્ટ થયેલા સ્પર્ધકોને નેક્સ્ટ રાઉન્ડમાં બોલાવવામાં આવશે. નેક્સ્ટ રાઉન્ડ ટેલિફોન પર રહેશે. ત્યાર બાદ એમાંથી પાસ થયેલા સ્પર્ધકોનું ઑનલાઇન ઑડિશન થશે અને આમાં જે સિલેક્ટ થશે તેમને જીકેની ટેસ્ટ આપવાની રહેશે. એ ટેસ્ટ અને તેમના વિડિયો સબમિશન એ કન્ટેસ્ટન્ટ્સની છેલ્લી પરીક્ષા હશે. આમાં પાસ થશે તેઓ બચ્ચનસાહેબ સામે સીટ પર બેસી શકશે!


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2021 01:48 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK