Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મેહતામાં દયાબેન કરશે કમબૅક, પણ આ છે ટ્વિસ્ટ, મેકર્સે કહ્યું આ...

તારક મેહતામાં દયાબેન કરશે કમબૅક, પણ આ છે ટ્વિસ્ટ, મેકર્સે કહ્યું આ...

13 April, 2021 03:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક કાર્ટૂન તરીકે `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા`ના પ્રૉડ્યૂસર આસિત મોદી `તારક મેહતા કા છોટા ચશ્મા` લઈને આવી રહ્યા છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સોની યે પર ટૂંક સમયમાં બાળકો માટે સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનું એનિમેટેડ વર્ઝન, "તારક મેહતા કા છોટા ચશ્મા" શરૂ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ટૂન શૉમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પૂ, બાપૂજી, પોપટલાલ અને શૉના દરેક પાત્રોના એનિમેટેડ વર્ઝન જોવા મળશે. એક કાર્ટૂન તરીકે `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા`ના પ્રૉડ્યૂસર આસિત મોદી `તારક મેહતા કા છોટા ચશ્મા` લઈને આવી રહ્યા છે.

આસિત મોદીનું સપનું થયું પૂરું
આ વિશે વાત કરતા આસિત મોદીએ જણાવ્યું કે, "મારા શૉને 13 વર્ષ થઈ ગયા છે. મારું એક સપનું હતું કે બાળકો માટે અમે એનીમેશન તરીકે આ શૉ લાવી શકીએ. હું ઘણાં સમયથી વિચારી રહ્યો હતો કે મારા શૉનો એનિમેટેડ વર્ઝન લાવવા અને તે પણ ખાસ કરીને બાળકો માટે. આ સપનું અમારી સોની યે ચેનલના એસોસિએશન સાથે પૂરું થયું."



ઓરિજિનલ શૉમાં નહીં પણ તારક મેહતા કા છોટા ચશ્મામાં તમને દયાબેન જોવા જરૂર મળશે. આ અંગે આસિત મોદીનું કહેવું છે કે, "અહીં દયાબેન છે અને એનિમેટેડ વર્ઝનમાં મને ટેન્શન નથી કે કોઇ આર્ટિસ્ટ છોડીને ચાલ્યો ગયો. કારણકે બધા એનિમેટેડ છે તો જે લોકો દયા ભાભીને મિસ કરી રહ્યા હતા તેમને દયા ભાભી આ એનિમેટેડ સીરિઝમાં જોવા મળશે. આમાં નાની ટપ્પૂ સેના પણ હશે."


એનિમેટેડ સીરિઝમાં શું હશે ખાસ?
શૉમાં શું છે ખાસ એ વિશે આસિત મોદીએ કહ્યું કે, "દર્શકોને હવે બે વર્ઝનમાં જોવા મળશે અને બાળકો જ નહીં પણ તેમની ફેમિલિ પણ આ એનિમેટેડ સીરિઝ એન્જૉય કરશે. કોરોનાના સમયમાં બાળકોએ ઘણું બધું મિસ કર્યું છે. જેમ કે સ્કૂલ, મિત્રો, ટિફિન બૉક્સ, તો આ એનિમેટેડ વર્ઝનમાં તેમને કૉમેડીની સાથે-સાથે આનંદ પણ આપશે અને તે ઘર બેઠાં કંટાળી ન જાય."


તેમણે આગળ કહ્યું, "કોવિડના સમયમાં પણ મારી ટીમે ખૂબ જ મહેનત કરી છે અને કોવિડના સમયમાં એક શૉ લૉન્ચ કરવું સરળ નથી. પણ અમે તારક મેહતાનું એનિમેટેડ વર્ઝન લૉન્ચ કરી રહ્યા છીએ. આમાં એક્ટર્સનો અવાજ હશે તેમના કેરેક્ટર્સ પર. તો હું ચાહકોને એટલું જ કહીશ કે અત્યાર સુધી `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા`ને પ્રેમ આપ્યો, તે જ રીતે એનિમેટેડ વર્ઝન `તારક મેહતા કા છોટા ચશ્મા`ને પણ સંપૂર્ણ પ્રેમ આપશે."

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK