સોનારિકાએ તેના બૉયફ્રેન્ડ વિકાસને બર્થ-ડે વિશ કરતાં તેને ફિયાન્સ કહ્યો હતો. એના પરથી જાણ થઈ કે બન્નેની સગાઈ થઈ ગઈ છે.

‘દેવોં કે દેવ મહાદેવ’ની પાર્વતીએ કરી સગાઈ
‘દેવોં કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરનાર સોનારિકા ભદોરિયાએ તેના બૉયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે સગાઈ કરી લીધી છે. સોનારિકાએ તેના બૉયફ્રેન્ડ વિકાસને બર્થ-ડે વિશ કરતાં તેને ફિયાન્સ કહ્યો હતો. એના પરથી જાણ થઈ કે બન્નેની સગાઈ થઈ ગઈ છે. સોનારિકાએ બન્નેના ક્વૉલિટી ટાઇમને એન્જૉય કરતો ફોટો શૅર કર્યા હતા. આ ફોટો બીચ પરનો છે અને બન્ને વાઇટ આઉટફિટમાં દેખાઈ રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનારિકાએ કૅપ્શન આપી હતી, ‘એક યુવક કે જેનું દિલ સોનાનું છે તેને હૅપીએસ્ટ બર્થ-ડે. એક એવો યુવક જે મારા દિમાગ, દિલ, મારો આત્મા અને મારી જાતના અસ્તવ્યસ્ત ભાગને પણ સંભાળે છે. એ યુવક મારા માટે સલામત સ્થળ હોવાની સાથે જ મારું સૌથી મોટું સાહસ પણ છે. એક યુવક જે હંમેશાં મારી સામે દૃઢતાથી ઊભો રહે છે અને દરરોજ મને પસંદ કરે છે. એ યુવક મુક્તપણે, ઊંડાણપણે અને અટલતાથી મને પ્રેમ કરે છે. એ યુવક મને નમ્ર, નરમાશવાળી અને સારી વ્યક્તિ બનાવે છે. એ વ્યક્તિને મારા પર ભરોસો છે, સપોર્ટ કરે છે અને હંમેશાં મારી પડખે ઊભો રહે છે. એ યુવકે તેના દિલમાં મારા
માટે સ્થાન બનાવ્યું છે. હૅપીએસ્ટ બર્થ-ડે ફિયાન્સ.’