સોહા અલી ખાનના પૉડકાસ્ટમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઍક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીએ મહેમાન તરીકે હાજરી આપી હતી. આમાં સ્મૃતિ ઈરાનીએ સેલિબ્રિટી હોવાના ગેરફાયદા ગણાવ્યા છે. સાથે જ તેમણે પોતાની રાજકીય કરીઅર સાથે જોડાયેલા કેટલાક ખુલાસા પણ કર્યા છે.
સ્મૃતિ ઇરાની

આ શોમાં જ્યારે સોહાએ સ્મૃતિને સવાલ કર્યો કે જાણીતો ચહેરો હોવાને કારણે તમને ફાયદો થયો છે કે નુકસાન? એનો જવાબ આપતાં સ્મૃતિએ કહ્યું કે ‘જાણીતો ચહેરો હોવાના કારણે મને નુકસાન જ થયું છે, કારણ કે મેં જ્યારે સક્રિય રાજકારણમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે દરેક વ્યક્તિ એમ જ માનતી હતી કે ઍક્ટર્સ રાજનીતિને પોતાની કારકિર્દીના અંતિમ તબક્કાના કામ તરીકે જુએ છે અને તેઓ એને ગંભીરતાથી અપનાવતા નથી. મોટા ભાગના ઍક્ટર્સ પોતાની લોકપ્રિયતાને કારણે રાજનીતિમાં આવે છે અને પછી રાજ્યસભાના સભ્ય બની જાય છે. જોકે હું એમાંની નહોતી. ૨૦૦૪માં ૨૭ વર્ષની ઉંમરે હું મારી પહેલી ચૂંટણી લડી હતી. એથી હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે મેં પાયાના સ્તરે કામ કર્યું છે. હું ત્યાં હતી, હું બાકીના સ્ટાર્સથી અલગ છું.’