° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


મેરે યાર કી શાદી હૈ

24 September, 2021 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મીતનાં લગ્નમાં બેસ્ટ ફ્રેન્ડ્સ તરીકે જોવા મળશે શુભ્રા, પ્રાચી, માહી અને રાની

મેરે યાર કી શાદી હૈ

મેરે યાર કી શાદી હૈ

મીતનાં લગ્નમાં હવે શુભ્રા, માહી, પ્રાચી અને રાનીની એન્ટ્રી થવા જઈ રહી છે. ‘મીત’માં મીતની બહેનનાં લગ્ન થવાનાં હોય છે. જોકે તેની બહેન ભાગી જતાં મીત હવે મીત અહલાવત સાથે લગ્ન કરવાની હોય છે. સંજોગોને ધ્યાનમાં રાખીને મીત લગ્ન કરી લે છે. જોકે મીતનાં લગ્નમાં ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ની શુભ્રા એટલે કે નેહા મર્દા, ‘તેરી મેરી ઇક જિંદરી’ની માહી એટલે કે અમનદીપ, ‘કુમકુમ ભાગ્ય’ની પ્રાચી એટલે કે મુગ્ધા છાપેકર અને ‘અપના ટાઇમ ભી આએગા’ની રાની એટલે કે મેઘા રે જોવા મળશે. તેઓ મીતની બેસ્ટ ફ્રેન્ડ્સ બનીને આવશે. 
આ લગ્નમાં તેઓ મીતની સપોર્ટ સિસ્ટમ તરીકે જોવા મળી રહ્યાં છે, પરંતુ રાનીએ ડાન્સ પર્ફોર્મન્સ પણ કર્યો હતો. આ વિશે નેહા મર્દાએ કહ્યું હતું કે ‘હું ‘મીત’નાં લગ્નને અટેન્ડ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તેની ફ્રેન્ડ હોવાથી મને ખબર છે કે તેની લાઇફનું આ સ્ટેજ લગ્ન કરવા માટેનું નથી, પરંતુ હવે લગ્ન થઈ રહ્યાં છે તો હું તેના માટે ખૂબ જ ખુશ છું. તેનો બ્રાઇડલ લુકને જોઈને પણ હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. અમે હંમેશાં તેને જીન્સ અને ટૉપમાં જોઈ હતી, પરંતુ આજે કંઈક અલગ હતું. તે પર્ફેક્ટ હરિયાણવી દુલ્હન દેખાઈ રહી હતી.’
રાની એટલે કે મેઘા રેએ કહ્યું હતું કે ‘બ્રાઇડલ લુકમાં છોકરી હંમેશાં સારી દેખાઈ છે અને મીત પણ સુંદર દેખાઈ રહી હતી. અમે છેલ્લા ઘણા સમયથી કોઈ લગ્ન અટેન્ડ નથી કર્યાં એથી અમારા માટે આ ખૂબ જ મજાનું વેડિંગ હતું. મેં તેનાં લગ્નમાં પર્ફોર્મ પણ કર્યું છે અને લોકો એ જુએ એ માટે હું ઉત્સાહિત છું. મીતનાં લગ્ન વિશે જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને રાનીનાં મૅરેજનો વિચાર આવ્યો હતો.’
આ લગ્ન વિશે મુગ્ધાએ કહ્યું હતું કે ‘મીત લગ્ન કરી રહી છે ત્યારે એ જાણીને હું ખૂબ જ સરપ્રાઇઝ થઈ ગઈ હતી. મેં તેને જ્યારે દુલ્હનના લુકમાં જોઈ ત્યારે હું પણ ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી. મીત માટે હું ખૂબ જ ખુશ છું.’

24 September, 2021 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

રાહુલ વૈદ્યના ગરબે કી રાત ગીતનો કિર્તીદાન અને રાજભાએ કર્યો વિરોધ, કહ્યું કે..

રાહુલ વૈદ્યના ગરબી ગીતનો કિર્તીદાન સહિતના કલાકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગીતને લઈ રાહુલ વૈદ્યને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે.

15 October, 2021 02:42 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

અનુ મલિક નામ કોણે પાડ્યું હતું?

મારી મમ્મી પણ ત્યાં જ હતી. આશાજીએ એવું કહ્યું હતું એથી મારી મમ્મીએ પણ કહ્યું હતું કે તેઓ મને અનુ કહીને જ બોલાવશે. એ દિવસથી દરેક વ્યક્તિ માટે મારું નામ અનુ મલિક પડી ગયું હતું.

14 October, 2021 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મે મને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે : સાકિબ સલીમ

હું લોભી છું, મને કામની ઇચ્છા હોય છે. પછી ભલે તમે મને થિયેટર્સમાં, લૅપટૉપ કે પછી મોબાઇલની સ્ક્રીનમાં જુઓ, એ તમારી મરજી છે. હું તો માત્ર ઇન્ટરેસ્ટિંગ પાત્રો ભજવવા માટે મારી જાતને આગળ ધપાવતો રહું છું.

14 October, 2021 06:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK