ટેલીવિઝન એક્ટ્રેસ દલજીત કૌરે લગ્ન કરી લીધા છે. યૂકે બેઝ્ડ બિઝનેસમેન નિખિલ પટેલ સાથે તેમે રીતિરિવાજથી લગ્ન કર્યાં. આની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

ફાઈલ તસવીર
ટેલીવિઝન (Television) એક્ટ્રેસ દલજીત કૌરે લગ્ન કરી લીધા છે. યૂકે બેઝ્ડ બિઝનેસમેન નિખિલ પટેલ સાથે તેમે રીતિરિવાજથી લગ્ન કર્યાં. આની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. આ ખાસ અવસરે એક્ટ્રેસની તમામ ફ્રેન્ડ્સ જોવા મળી. દુલ્હન બનેલી દલજીત લગ્નના જોડામાં ખૂબ જ સુંદર દેખાય છે.
મહેંદી, હલ્દી અને સંગીત બાદ દલજીત કૌરે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યાં. એક્ટ્રેસે મહિનાઓથી આ ક્ષણની રાહ જોઈ. તે આ માટે ઉત્સાહિત તો હતી. સાથે જ નર્વસ પણ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર અને તમામ ઈન્ટરવ્યૂઝમાં પોતાના લગ્નને લઈને વાત કરી હતી. હલ્દી અને મહેંદીની તમામ તસવીરો પણ ફેન્સ સાથે પણ શૅર કરી હતી. એટલું જ નહીં, તેણે નિખિલ પટેલ સાથેનો પ્રપોઝલ વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જ્યારે બિઝનેસમેને તેને પ્રપોઝ કર્યું હતું. હવે લગ્નની તમામ તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સફેદ લહેંગા અને લાલ ચૂંદડીમાં એક્ટ્રેસ Daljeet Kaur ખૂબ જ સુંદર અને ખુશ દેખાઈ રહી છે. તો નિખિલ પટેલ પણ સફેદ શેરવાનીમાં હેન્ડસમ દેખાય છે. બન્ને સાથે એક-બીજા માટે બન્યા હોય એવું લાગે છે. તો દીકરો ઝેડન પણ આ લગ્નના વીડિયોમાં દેખાઈ રહ્યો છે. મા દલજીત જ્યારે સ્ટેજ તરફ ફૂલોના છાયાંમાં જાય છે, ત્યારે ઝેડન તેમનો હાથ પકડેલો જોવા મળે છે.
દલજીતે કર્યું નિખિલનું મોઢું
સ્ટેજ પર પહોંચ્યા બાદ દલજીત કૌર અને નિખિલ પટેલ ઘણો સમય સુધી એક-બીજાને નિહાળી રહ્યા. બાદમાં બન્નેએ એકબીજાને વરમાળા પહેરાવે છે. ત્યાર બાદ નિખિલ તેને ભેટે પણ છે. સાથે જ કંઈ કહે છે, જેના પછી બન્નેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. એટલું જ નહીં, બન્ને જ્યારે કાઉચ પર બેસે છે તો એક્ટ્રેસ પોતાના પતિનું મોઢું મીઠું કરાવે છે. એક્ટ્રેસના આ ખાસ અવસરે કરિશ્મા તન્ના, સનાયા ઈરાની, સુનૈના ફૌજદાર, પ્રણીતા પંડિત, રિદ્ઘિ ડોગરા સહિત અન્ય પહોંચ્યા હતા.
આ પણ વાંચો : `મિલેટ્સ કેમિકલ મુક્ત ખેતીનો મોટો આધાર`, સમ્મેલનનું ઉદ્ઘાટન કરી બોલ્યા PM મોદી
દલજીત લગ્ન પછી જશે આફ્રિકા
દલજીત કૌરે પહેલા શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા પણ પછી તેમના ડિવૉર્સ થઈ ગયા. હવે તેમણે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યાં છે, જેની બે દીકરી છે. હવે તે દીકરા સાથે આફ્રિકા શિફ્ટ થઈ જશે અને પછી યૂકેમાં પોતાનું નવું જીવન શરૂ કરશે.