° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


`મિલેટ્સ કેમિકલ મુક્ત ખેતીનો મોટો આધાર`, સમ્મેલનનું ઉદ્ઘાટન કરી બોલ્યા PM મોદી

18 March, 2023 08:24 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સમ્મેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારે માટે મોટા સન્માનની વાત છે કે ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી સંયુક્ત રાષ્ટ્રએ 2023ના `ઈન્ટરનેશનલ ઇયર ઑફ બાજરા` જાહેર કરી.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) સમ્મેલનનું ઉદ્ઘાટન કર્યું. દિલ્હીમાં બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 100થી વધારે દેશોના કૃષિમંત્રી, મિલેટ્સના રિસર્ચર્સ અને પ્રતિનિધિ હાજરી આપશે. સમ્મેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારે માટે મોટા સન્માનની વાત છે કે ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી સંયુક્ત રાષ્ટ્રએ 2023ના `ઈન્ટરનેશનલ ઇયર ઑફ બાજરા` જાહેર કરી. ભારતના 75 લાખથી વધારે ખેડૂતો આજે આ સમારોહમાં વર્ચ્યુઅલી આપણી સાથે હાજર છે, તે આના મહત્વને દર્શાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે મિલેટ્સ ફૂડ પ્રૉડક્ટનું વેચાણ 30 ટકા વધ્યું છે. હવે જગ્યા-જગ્યાએ મિલેટ્સ કૅફે દેખાવા માંડ્યા છે. મિલેટ્સને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રૉડક્ટ સ્કીમ હેઠળ પણ સિલેક્ટ કર્યું છે. શ્રી અન્ન ઉગાડનારા ખેડૂત નાના ખેડૂત છે. ભારતમાં મિલેટ્સની પેદાવારથી લગભગ અઢી કરોડ નાના ખેડૂતો સીધા આની સાથે જોડાયેલા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રીઅન્ન કેમિકલ મુક્ત ખેતીનો સૌથી મોટો આધાર છે. અનેક રાજ્યોમાં મિલેટ્સની ખેતી પ્રમુખતાથી કરવામાં આવી રહી છે. ભારતનું મિશન દેશના અઢી કરોડ ખેડૂતો માટે વરદાન સાબિત થવા જઈ રહી છે. કારણકે આઝાદી બાદ પહેલી વાર મિલેટ્સ પેદા કરનારા અઢી કરોડ ખેડૂતોને કોઈક સરકારે નોંધ લીધી છે. કારણકે આની માર્કેટ વધવાથી ખેડૂતોને સીધો ફાયદો થશે. તેમની આવક વધશે. ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગ્રોથ મળશે.

શ્રી અન્ન પર કામ કરનારા 500થી વધારે સ્ટાર્ટઅપ શરૂ થઈ ચૂક્યા છે. સ્વયં સહાયતા સમૂહોની મદદથી મહિલાઓ પણ મિલેટ્સના પ્રૉડક્ટ બનાવી રહી છે. ગામડામાંથી નીકળીને આ પ્રૉડક્ટ સુપરમાર્કેટ સુધી પહોંચી રહ્યા છે. એટલે કે દેશમાં સંપૂર્ણ સપ્લાય ચેન વિકસિત થઈ રહી છે. આથી યુવાનોને ફક્ત રોજગાર મળી રહ્યો છે. પણ નાના ખેડૂતોની પણ મદદ થઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત હાલ G20 સમિટની અધ્યક્ષતા કરે છે. ભારતનો લક્ષ્ય છે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર એટલે કે (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય). આખા વિશ્વને એક પરિવાર માનવાની ભાવના ઈન્ટરનેશનલ મિલેટ્સ યરમાં પણ ઝલકતી જોવા મળે છે.

આ પણ વાંચો : અમૃતપાલ સિંહ સહિત 6ની ધરપકડ, પંજાબમાં ઈન્ટરનેટ બંધ

પીએમ મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે ભારત `આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ`નું નેતૃત્વ કરે છે. ગ્લોબલ મિલેટ્સ કૉન્ફ્રરેન્સ જેવા આયોજન ભારતની વધતી જવાબદારીનું પણ પ્રતીક છે. 

ઇથિયોપિયાની રાષ્ટ્રપતિ સહલે-વર્ક જેવેડેએ કહ્યું કે ભુખમરો ખતમ કરવા, જળવાયુ પરિવર્તનને સ્વીકારવા અને કૃષિ ખાદ્ય પદાર્થોને બદલવા માટે મિલેટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે આ સમ્મેલન મિલેટ્સ પર્ત્યે બનાવવામાં આવનારી નીતિઓ તરફ ધ્યાનાકર્ષિત કરશે.

18 March, 2023 08:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી, પણ નેતા નહીં જાય જેલ, શા માટે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)દ્વારા 2019માં મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કેસમાં આજે સુરત કોર્ટ(Surat Court)એ પોતાનો ચુકાદો આપ્યો છે.

23 March, 2023 12:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

જેવા સાથે તેવા? દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનની બહારનાં બૅરિકેડ્સ હટાવાયાં

એના પછી તરત જ લંડનમાં ઇન્ડિયન મિશન ખાતે વધુ પોલીસ તહેનાત કરાઈ અને વધુ બૅરિકેડ્સ મૂકવામાં આવ્યાં

23 March, 2023 11:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

એસ. એમ. ક્રિષ્ના, બિરલા અને સુમન કલ્યાણપુરને પદ્‍મ અવૉર્ડ્‌સ એનાયત કરાયા

રાષ્ટ્રપતિએ આ વર્ષના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ૧૦૬ પદ્‍મ અવૉર્ડ્સ વિજેતાઓનાં નામને મંજૂરી આપી હતી

23 March, 2023 11:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK