આ શો ૧૭ જૂને શરૂ થઈ રહ્યો છે, જેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે
સુરજ પંચોલી અને રાજ કુન્દ્રા
‘બિગ બૉસ ઓટીટી 2’ની ઑફર શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રા, સૂરજ પંચોલી અને શ્રીલંકાની સિંગર યોહાનીને કરવામાં આવી છે. આ શો ૧૭ જૂને શરૂ થઈ રહ્યો છે, જેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. આ શો જિયો સિનેમા પર આવવાનો હોવાથી અનફિલ્ટર શો હશે. આ શો માટે અંજલિ અરોરાને પસંદ કરવામાં આવી છે, જે એકતા કપૂરના ‘લૉકઅપ’માં જોવા મળી હતી. તે ઇન્સ્ટાગ્રામથી ફેમસ થઈ હતી. જોકે આ શો માટે જાણીતી સેલિબ્રિટીઝ માટે રાજ કુન્દ્રા, યોહાની અને સૂરજ પંચોલી સહિત મહીપ કપૂર અને કૉમેડિયન કુણાલ કામરા, દલેર મેહંદી અને પૉર્નસ્ટાર મિયા ખલીફાને પણ ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે અત્યાર સુધી એમાંથી કોઈનાં નામ કન્ફર્મ નથી થયાં.


