Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સેટ પર ઘણી વાર સાઇકલ લઈને જાય છે શબ્બીર અહલુવાલિયા

સેટ પર ઘણી વાર સાઇકલ લઈને જાય છે શબ્બીર અહલુવાલિયા

14 June, 2022 01:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હાલમાં ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં જોવા મળી રહ્યો છે

શબ્બીર અહલુવાલિયા પરિવાર સાથે

શબ્બીર અહલુવાલિયા પરિવાર સાથે


શબ્બીર અહલુવાલિયા તેના સેટ પર ઘણી વાર સાઇકલ લઈને જાય છે. તે હાલમાં ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં જોવા મળી રહ્યો છે. આ સ્ટોરી મૉડર્ન-ડે વૃન્દાવનની છે. આ શોના શૂટિંગ દરમ્યાન શબ્બીર ઘણી વાર સાઇકલ પર સેટ પર જવાનું પસંદ કરે છે. તે ઘણી વાર તેની ફૅમિલી સાથે પણ સાઇકલ ચલાવતો જોવા મળ્યો છે. શબ્બીરને સ્પોર્ટ્સમાં ઘણો ઇન્ટરેસ્ટ છે અને તે રણબીર કપૂર અને અભિષેક બચ્ચન સાથે સેલિબ્રિટી ફુટબૉલ ક્લબમાં પણ રમતો જોવા મળે છે. સાઇકલ વિશે શબ્બીરે કહ્યુ કે ‘બાળપણથી સાઇકલ ચલાવવાનું મને પસંદ છે અને હવે મારી ફિટનેસ માટે પણ હું એ ચલાવું છું. મને જ્યારે વર્કઆઉટ અથવા તો સ્પોર્ટ્સ માટે સમય ન મળે ત્યારે હું મારા ઘરની આસપાસ અથવા તો સેટ સુધી સાઇકલ ચલાવું છું. હું દસથી પંદર દિવસમાં એક વાર તો સેટ પર સાઇકલ લઈને જાઉં જ છું. સાઇકલની સાથે મને ક્રિકેટ, ફુટબૉલ અને બૅડ્મિન્ટનમાં પણ ઘણો ઇન્ટરેસ્ટ છે. ઍક્ટર માટે આ માટે સમય ફાળવવો મુશ્કેલ હોવાથી હું અઠવાડિયામાં બે દિવસ બૅડ્‍મિન્ટન અને દર રવિવારે ફુટબૉલ રમું છું. આ મને ફિટ રહેવા અને ઍક્ટિવ રહેવામાં મદદ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK