આ શોમાં એક છોકરીનાં સપનાંઓની દિલને સ્પર્શ કરી જાય એવી સ્ટોરી દેખાડવામાં આવશે
નિહારિકા ચોકસી
સ્ટારપ્લસ પર હવે એક નવો શો ‘ફાલતૂ’ આવી રહ્યો છે. આ શોમાં એક છોકરીનાં સપનાંઓની દિલને સ્પર્શ કરી જાય એવી સ્ટોરી દેખાડવામાં આવશે. આ શોની સ્ટોરી એક એવી છોકરીની છે જેને બાળપણથી તેના પરિવાર દ્વારા પ્રેમ નથી મળતો. આ છોકરીને તેની ફૅમિલી પોતાની નથી માનતી અને એથી તેણે જીવનભર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ શો આજથી ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. આ શોમાં અયાન અને ફાલતૂની કેમિસ્ટ્રી પણ એકદમ યુનિક છે. આ છોકરીનું પાત્ર ભજવતી નિહારિકા ચોકસી કહે છે કે ‘એક લીડના રૂપમાં આ મારો પહેલો શો છે. આ શોને પ્રાઇમટાઇમ સ્લૉટમાં ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે એથી હું પોતાને ખૂબ જ સ્પેશ્યલ ફીલ કરી રહી છું. આ શોને કારણે મને મારું બેસ્ટ આપવા માટે પ્રોત્સાહન મળ્યું છે. મને આશા છે કે દરેક વ્યક્તિ આ શો જોશે.’


