નોર્થ ઈસ્ટ સિંગર રીટો રીબાએ શોમાં સારું પ્રદર્શન કર્યું અને ઓડિશન રાઉન્ડ ક્લીયર કર્યો છતાં શૉના નિર્ણાયકોએ રીટોને ટોપ 15માં પસંદ કર્યો ન હતો

તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા
ટીવીનો સૌથી મોટો સિંગિંગ રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડલ સીઝન 13 સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે. અરુણાચલ પ્રદેશના સિંગર-કમ્પોઝર રીટો રીબાને શૉમાં રિજેક્ટ કરવામાં આવ્યો છે, જેના પછી તેના ફેન્સ હંગામો મચાવી રહ્યા છે. રીટો ગીબાએ ઈન્ડિયન આઈડોલમાં જબરદસ્ત ઓડિશન આપ્યું હતું. તેની ગાયકી નિર્ણાયકોને પણ પસંદ આવી હતી. રીટોએ ઓડિશન રાઉન્ડમાં તેના સુરીલા અવાજ અને જોરદાર ગાયકીથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી, પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ જજે રીટોને ટોપ 15માંથી બહાર કર્યો. ઈન્ડિયન આઈડોલ શૉને ફેન્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. રીટોના સમર્થનમાં નાગાલેન્ડના મંત્રીઓ પણ સામે આવ્યા છે.
લોકોએ રીટોની તરફેણમાં અવાજ ઉઠાવ્યો
ADVERTISEMENT
નોર્થ ઈસ્ટ સિંગર રીટો રીબાએ શોમાં સારું પ્રદર્શન કર્યું અને ઓડિશન રાઉન્ડ ક્લીયર કર્યો છતાં શૉના નિર્ણાયકોએ રીટોને ટોપ 15માં પસંદ કર્યો ન હતો. આ કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ રીટો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. દર્શકો આ શૉને સ્ક્રિપ્ટેડ કહી રહ્યા છે. ઈન્ડિયન આઈડલને જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે, કારણ કે ચાહકોને લાગે છે કે ઈન્ડિયન આઈડોલમાં સ્પર્ધકોની પસંદગી પ્રતિભાના આધારે નહીં, પરંતુ ટીઆરપીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
દરેકને આશા હતી કે રીટો ચોક્કસપણે ઇન્ડિયન આઇડલ 13માં પસંદ થશે, પરંતુ રીટોની ગાયકીને પસંદ કર્યા પછી પણ, નિર્ણાયકોએ તેને ટોપ 15માંથી બહાર કર્યો. ઘણા પ્રતિભાશાળી ગાયકોની હકાલપટ્ટી પર હંગામો થયો છે અને લોકોએ શૉનો બહિષ્કાર કરવાની વાત શરૂ કરી દીધી છે.
ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. હવે આ યાદીમાં નાગાલેન્ડના એક ટેમજેન અલોંગે પણ રીટોને સમર્થન આપ્યું છે. તેણે રીટો રીબાના ઓડિશનની વીડિયો ક્લિપ શેર કરીને ઉત્તર પૂર્વના પ્રતિભાશાળી ગાયકની પ્રશંસા કરી છે.

